September 7, 2024

નેત્રંગ નગર સહિત પંથક ભરમા શિતળા સાતમ પવઁની થયેલી ભવ્ય ઉજવણી.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ,તા,૧૧-૦૮-૨૪.

નેત્રંગ નગર સહિત પંથક ભરમા પ્રવિત્ર શ્રાવણ માસની શરૂઆત ૫મી ઓગસ્ટ ને સોમવાર રોજ શીવ મંદિરોમા ભાવિકભકતજનોએ હરહર મહાદેવ ના જયઘોષ સાથે વઘામણા કયાઁ હતા,શ્રાવણ માસ નો પ્રથમ શનિવાર ને લઇ ને પંથકમા આવેલ હનુમાનજી દાદાના મંદિરોમા દશઁન માટે ભક્તોની ભીડ લાગી હતી.
નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી પુવઁ દિક્ષામા આવેેલ વણખુંટા-રાજાકુંવા ગામ પાસે જંગલ વિસ્તારમા આવેલ હનુમાનજી દાદાના મંદિરે શનિવાર ના રોજ દર્શન માટે આવતા ભકતજનો માટે મંદિર ટ્રસ્ટ તરફથી મહાપ્રસાદ ની વેવસ્થા કરવામા આવેલ છે
શણકોઇ મુકામે આવેલ બાલા હનુમાનજી દાદાના દશઁન માટે પણ ભારે ભીડ જામી રહી છે.

શ્રાવણ માસમા ની શરૂઆતના શ્રાવણ સુદ છઠ અને સાતને રાંઘણ છઠ અને શિતળા સાતમ ના પવઁ તરીકે દક્ષિણ ગુજરાતમા ઉજવામા આવે છે,જેને લઇ ને છઠના દિવસે અનેક જાતની રસોઈ બનાવામા આવે છે.અને શિતળા સાતમના દિવસે મહિલાઓ પોતાના કુટુંબ પરિવારજનો કોઇ પણ જાતના ચામડી ( ઓરી છબડા) ના રોગો થી રક્ષણ માટે શીતળા માતાની પૂજા અર્ચના કરે છે.આ દિવસ દરમિયાન ધરના તમામ લોકોએ આગલા દિવસે બનાવેલ ખોરાક ખાવાનો હોય છે. શિતળા સાતમ પવઁને લઇ ને મહિલાઓને રસોઈ બનાવા માંથી એક દિવસની છુટી માંથી મુકતીમા હરવા ફરવાનો દિવસ હોય છે.પરંતુ મેધરાજાએ ધીમી ઘારે છુટકછુટક રીમઝીમ વરસતા રહેતા મહિલાઓમા નિરાશા જોવા મળી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed