October 12, 2024

હર ઘર તિરંગા અભિયાન 2024  બોડેલી એસ.ટી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયું

Share to

બોડેલી ડેપો મેનેજર સહિત બોડેલી એસટી ડેપોના સ્ટાફ ડ્રાઈવર, કંડકટર, ડેપોના કર્મચારીઓ સહિત મુસાફર જનતા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર અભિયાનમાં જોડાયાં

હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે બોડેલી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી બોડેલી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતાં બોડેલી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to