DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વિશ્ર્વ આદિવાસી દિવસની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી થઈ.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૦૯-૦૮-૨૪.૯મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની નેત્રંગ તાલુકા મથક ખાતે ભાજપ,આપ,કોંગ્રેસ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના કાર્યકરો સહિત

તાલુકાના ગામે ગામ થી આજે વહેલી સવાર થીજ આદિવાસી ભાઈઓ,બહેનો,યુવાનો, નાના બાળકો ઉજવણી ને લઇ ને પરંપરાગત વસ્ત્રો પરીઘાન કરી ઢોલનગારા સાથે ઉમટી પડ્યા હતા, નગરમા ડીજેના તાલે ત્રણ રેલી નિકળી હતી, એક જય જોહાર ગુપની રેલી જુના નેત્રંગ વિસ્તાર માંથી,ભાજપની રેલી જીન કમ્પાઉન્ડથી નિકળી ચાર રસ્તા ખાતે પહોચી હતી જયા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને ફલહાર અપઁણ કરવામા આવીયા હતા,તેમજ આપ કોંગ્રેસ રેલી ચાર રસ્તાથી ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફલહાર કરી નેત્રંગ નગરમા ફરી હતી, ભારે માનવ મેદની સાથે તમામ રેલી નિકળી હતી, આ ઉજવણી નિમિતે જીલ્લા સાંસદ મનસુખ વસાવા, માજી ઘારાસભ્ય મહેશ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ વશુધાબેન વસાવા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા,ડેડીયાપાડાના આપના ઘારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસ ના શેરખાન પઠાણ,સંદિપ માંગરોળા વિગેરે અગણીઓ જોડાયા હતા.

વિશ્ર્વ આદિવાસી દિવસે ને લઇ ને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર કે દેસાઈ તેમજ સ્ટાફ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો.
*
વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed