September 11, 2024

જુનાગઢ પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબની આગેવાનીમાં આવનાર સ્વતંત્ર દિવસ ને લઈને લોકોમાં  2000 જેટલા રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવ્યુ

Share to

જૂનાગઢમાં ગાંધી ચોક ખાતે પોલીસ દ્વારા આગામી 15 ઓગસ્ટ અનુસંધાને હર ઘર તિરંગા બાબતે તિરંગા નું માનનીય એસપી સાહેબ તથા ડીવાયએસપી ધાંધલ્યા સાહેબ ની આગેવાની માં વિતરણ કરવામાંઆવ્યું ૭૮ માં સ્વતંત્ર પર્વ નિમિતે 08/08/2024 ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાગરિકોને તિરંગા વિતરણ કરવામાં આવેલ અને પોતાના ઘરે તિરંગો લગાવવા અપીલ કરવામાં આવેલ.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જુનાગઢ શહેર તેમજ જિલ્લા વિસ્તારમાં કુલ મળીને 2000 જેટલા રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવેલ છે જેમાં પોલીસ અધિકારીઓ પીઆઇ પીએસઆઇ કોન્સ્ટેબલ સહિત બહોળી સંખ્યામાં પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો હજારોની સંખ્યામાં જૂનાગઢની પ્રજાએ હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to