October 12, 2024

નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ

Share to

* ગ્રામ.પંચાયતમાં ખોટા ઠરાવો કરીને જમીનને ફાળવણી કરાઇ છે : ધારાસભ્ય ચૈતર વસાવા

* ચૈતર વસાવા ડેડીયાપાડાના મતદારોની ચિંતા કરે,ઝઘડીયાની ચિંતા કરવા માટે હું બેઠો છું : ધારાસભ્ય રિતેશભાઇ વસાવા

* ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

તા.૦૮-૦૮-૨૦૨૪ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મોવીથી લઇને બિલોઠી સુધીના ગામોમાં વીજપુરવઠો અનિયમિત રહેતા આદિવાસી રહીશોને બારે માસ ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.વીજળીના અભાવના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી હતી.નેત્રંગ તાલુકાના ગામે-ગામ ઘરદીઠ વીજળી પહોંચે તેવા આશપથી રાજ્ય સરકાર ૬૬ કેવીનું સબસ્ટેશન બનાવાની જાહેરાત કરી હતી.નેત્રંગ તાલુકાના થવા ગૃપ ગ્રા.પંચાયતના સત્તાધીશો ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં આપતા ફુલવાડી ગામે સબસ્ટેશન બનાવાની રાજ્ય સરકારે મંજુરી આપતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો.


ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાનની આગેવાનીમાં ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,થવા ગ્રા.પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કયૉ છે,અને ફુલવાડી ગામે સબસ્ટેશન બનશે તો વિરોધ-પ્રદશઁન કરવામાં આવશે.તેવા સંજોગોનાં ઝઘડીયાના ભાજપના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના મતદારોની ચિંતા કરે,ઝઘડીયાના મતદારોની ચિંતા કરવા માટે હું બેઠો છું.ઝઘડીયા વિધાનસભાના મતદારોને ગુમરાહ કરવાની કામગીરી બંધ કરો.ફુલવાડી ગામે સબસ્ટેશન તો બનશે.


ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિમૉણની કામગીરી બાબતે બંને પક્ષ-વિપક્ષના ધારાસભ્યો આમને-સામને આવી જતાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.આવનાર સમયમાં સબસ્ટેશનની કામગીરી આગળ વધશે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

:- ગ્રામજનોને ઉશ્કેરીને આવેદનપત્ર અપાયું છે: થવા ગ્રા.પંચાયત સરપંચ સુશિલાબેન વસાવા

થવા ગ્રા.પંચાયતના સરપંચની ચુંટણીમાં મારી સામે ઉભેલા અને હાસી ગયેલા ઉમેદવાર અશોકભાઈ રામાભાઇ વસાવાએ ગ્રામજનોને ઉશ્કેરી અને ગેરમાગઁ દોરીને આવેદનપત્ર અપાવ્યું છે તે તદ્દન ખોટું છે.થવા ગ્રા.પંચાયતની ગ્રામસભામાં ઠરાવ કરીને મંજુરી આપી છે.

:- જે ગામમાં રેવેન્યુ-ખરાબાની જગ્યા વધારે હોય ત્યાં સબસ્ટેશન બનાવો :- શેરખાન પઠાણ કોંગ્રેસ અગ્રણી

નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામ કરતાં અન્ય જે ગામોમાં ખરાબા-રેવન્યુની ૫૦ એકરથી વધારે જગ્યા હોય તો ત્યાં સબસ્ટેશન બનાવવું જોઈએ.થવા ગ્રા.પંચાયતમાં ખોટો ઠરાવ કરાતાં ફુલવાડી ગ્રામજનોની વેદના વાચા આપવા માટ તેમના સહકારમાં અમે આવ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to