December 5, 2024

જુનાગઢમાં શ્રીજી કો ઑ સોસાયટીના નામે કુટુંબીજનોના ફીક્સ ડીપોઝીટ  પાંચ વર્ષે પાકતી મુદતે પેન્શન અંગેની  સ્કીમના નામે રોકાણ કરાવી નાણાની છેતરપિંડી કરનાર ત્રણ ઇસમોની જુનાગઢ પોલીસે ધરપકડ કરી

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી, નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી, હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ બી ડીવીઝન પો.સ્ટે. માં IPC કલમ તથા જી.પી.આઈ.ડી, એકટ કલમ ૩ તથા પ્રાઈઝ ચીટ્સ એન્ડ મનિ સર્ક્યુલેશન (બેંનીંગ) એક્ટ ની કલમ મુજબ દાખલ થયેલ ગુનાના કામના આરોપીઓને વહેલીતકે પકડી પાડવા સુચના થયેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા દ્વારા ગુનાના કામના કુલ-૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસની તજવીજ ચાલુ છે.

આ કામની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓએ આગોતરૂ આયોજન કરી શ્રીજી ક્રેડીટ કો.ઓ.સોસાયટીના નામે કપટ કરવાના ઈરાદે ફરિયાદીને વિશ્વાસમાં લઈ વ્યાજ સાથે સવા ગણા રકમ પરત આપવાનો તેમજ વધુ પ્રમાણમાં નફો મળશે તેવી સ્કીમનાં રોકાણ કરવા જણાવી ફરિયાદી તથા ફરિયાદીના કુટુંબીજનોના ફીક્સ ડીપોઝીટ તથા પાંચ વર્ષે પાકતી મુદતે પેન્શન અંગેની સ્કીમમાં તથા ટૂ-વ્હીલ સ્કીમના નામે રોકાણ કરાવી તથા માસીક બચત યોજના તથા સેવીંગ એકાઉન્ટની મુદત વીતી ગયા બાદ પણ આરોપીઓએ કપટપૂર્વક નાણાં નહી ચુકવી જે તમામ રકમ આરોપીઓએ પોતાના ઉપયોગમાં રાખી લઈ ફરિયાદી તથા અન્ય ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તથા અન્ય આશરે ૨૪ જેટલા લોકો સાથે લાખો રૂપીયાની વિશ્વાસઘાત, છેતરપીંડી કરી આરોપીઓ જુનાગઢ જીલ્લામાં આવેલ તમામ ઓફીસો બંધ કરી જતા રહી ગુનો કરેલ છે.

• આરોપીઓ ભુવનભાઈ જયવંતભાઈ વ્યાશ, બ્રાહ્મણ અક્ષરધામ એપા. બસ સ્ટેન્ડ પાછળ, ગીરીરાજ મેઈન રોડ, જૂનાગઢ પરાગ રમેશભાઇ નિમાવત, બાવાજી, , દિપાજલી સોસાયટી-૧, વંથલી રોડ, ટીંબાવાડી, જૂનાગઢ
ઉત્તમભાઇ દેવશીભાઈ કાછડીયા, પટેલ, . બસ સ્ટેશન પાસે, ચિરોડા, તા.મેંદરડા, જી.જૂનાગઢ

નોંધ-આ ઉપરોક્ત કેસ અંગે જુનાગઢ જીલ્લામાં શ્રીજી ક્રેડીટ કો.ઓ. સોસાયટીના નામે કોઇ નાગરીક છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો અત્રેની એસ.ઓ.જી. શાખાનો રૂબરૂ સંપર્ક કરવા જાહેર જનતાને આહવાહન કરવામાં આવે છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed