_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર યોગેશભાઇ પ્રાગજીભાઇ પરમાર જૂનાગઢના રહેવાસી હોય, યોગેશભાઇ તેમનું હોન્ડા સાઇન GJ-11-BD-6751 મો.સા. લઇ મધુરમથી જયશ્રી રોડ જતા હોય યોગેશભાઇ જયશ્રી રોડ પર ઓનલાઇન ફોર્મ ભરવા ગયેલ હોય યોગેશભાઇ ફોર્મ ભરીને પરત આવે છે ત્યારે તેમનું હોન્ડા સાઇન મો.સા. ત્યાં ના હોય* તેમેણે આજુ-બાજુ તપાસ કરેલ પરંતુ તેમનું હોન્ડા સાઇન GJ-11-BD-6751 મો.સા. ક્યાંય જોવા મળેલ નહિ. જેથી તેઓ ખુબજ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ તેમણે નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા(કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, હરસુખભાઇ સિસોદીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *યોગેશભાઇ પરમાર જે જગ્યાએ પોતાનું હોન્ડા સાઇન મો.સા. પાર્ક કરેલ હતુ તે જગ્યાના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા યોગેશભાઇનું મો.સા. GJ-11-BD-6751 એક અજાણ્યો વ્યક્તિ લઇ જતો હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. *_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિને શોધી પૂછ પરછ કરતા તેમણે જણાવેલ કે તેમનું મો.સા. GJ-11-SS-6596 યોગેશભાઇના બાઇક પાસે જ પાર્ક કરેલ હોય અને ભુલથી તેઓ યોગેશભાઇનું મો.સા. લઇ આવેલ હોય. જેનો તેમને ખ્યાલ ના આવેલ. પોતાની ભુલ બદલ તેમણે યોગેશભાઇની માફી માગી અને મો.સા. પરત કર્યુ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇ પ્રાગજીભાઇ પરમારનું હોન્ડા સાઇન મો.સા. કિં.રૂ. ૩૦,૦૦૦ નું ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને યોગેશભાઇ દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇ પરમારનું કિં.રૂ. ૩૦,૦૦૦ નું હોન્ડા સાઇન મો.સા ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ