September 7, 2024

*ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન*

Share to

*જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીશ્રીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી*


ભરૂચ – સોમવાર- જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે આજરોજ કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

બેઠકમાં કલેક્ટરશ્રીએ ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ,પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે ડેકોરેશન અને રોશની, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થા, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી.


કલેક્ટરશ્રીની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર.જોષી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાંધલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed