સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લાખો ભક્તો દ્વારા હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરના દર્શન કરવામાં આવ્યા જૂનાગઢના વિસાવદર ના ફોરેસ્ટ એરિયામાં એટલે કે મધ્ય ગીરમાં કનકેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જેમાં શ્રાવણ માસ ખાસ કરીને ચાલુ થતો હોય અને જોગાનું જોગ આ વર્ષે ખાસ યોગ બને છે શ્રાવણ મહિના પ્રારંભે થી જ સોમવાર બેઠો છે એટલે પાંચ સોમવાર શ્રાવણ માસ દરમિયાન આવશે શ્રાવણ માસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે આજે સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર શીવ ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્રમાં સતત એક મહિના સુધી સોમનાથ મહાદેવ, ગીરનાર ભવનાથ મહાદેવ, દ્વારકા નાગેશ્વર મહાદેવ અને નાના મોટા સૌરાષ્ટ્રના બધા જ શિવલિંગો ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવશે અને દર્શન લાખો ભક્તો કરશે જેમાં આજે કનકાઈ મંદિરે
વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણદેવોના દેવ મહાદેવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ યોગા નું યોગ સોમવારથી શરૂ થતો હોય ત્યારેશ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામમાંશેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર દ્વારા શ્રાવણ મહિનાના દરેક સોમવારે કનકેશ્વર મહાદેવની મહાપુજા યજ્ઞ યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે તો આ સેવા યજ્ઞમાં જોડાવા શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ સર્વે માય ભક્તોને હર્ષભેર આમંત્રણ પાઠવે છેમહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન