જૂનાગઢ જિલ્લાના ઉમરાળી ગામના વતની લેખિકા કથીરિયા પ્રવીણભાઈ જેવો .(હાલ નવસારી) તેઓએ અભ્યાસમા બી.કોમ કયુ. છે ,આગળનો અભ્યાસ શરુ છે.કાવ્ય, લેખ, લધુવાર્તા લખવી, નવલકથા, એન્કરિંગ કરવામાં રસ રુચિ ધરાવે છે. તેઓ
જીવન વિકાસ અર્થે મળતો કોઈ ઉમદા સંદેશ સ્વીકારી જીવનમાં ઉતારે છે. તેમને વૈવિધ્ય લોકોની રીત ભાત પોશાક શૈલી જાણવાની જિજ્ઞાસા ધરાવે છે, તેમને વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસ કરીને ભારતીય વિરાસત,સંસ્કૃતિને માણવાની ખૂબ જ ઉત્કંઠા છે.
.. નાનપણ થી જ કવિતા, વાર્તાઓ લખવાનો શોખ ધરાવે છે. સ્કુલ કોલેજમાં સ્વરચિત કાવ્ય,લેખ, રચનામાં હંમેશા મોખરે સ્થાન મેળવેલ છે. તેમની રચનાઓને GTPL ગુજરાતી ચેનલ પર પણ સ્થાન મળ્યું છે. થોડી કવિતાઓનું સંકલન યુ ટયુબ પર પણ મુકેલ છે . તુલસી ખુશરો આંતરરાષ્ટ્રીય મંચ પર તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.તેમની બે બુક પકાશિત થઈ છે.
1) લીલી લાગણી ભીના ભાવ (વાર્તાસંગ્રહ)* જેમા ભાવસભર લાગણીઓને સમાવિષ્ટ કરતી 37 વાર્તાઓને સમાવવામાં આવી છે. આ વાર્તાઓ માંથી કોઈકને કંઈક પ્રેરણા મળે એ ઉદ્દેશથી લેખિકા પવિએ તેમાં લાગણીઓને શબ્દ રૂપે કંડારી .
૨)આભધરા (કાવ્યસંગ્રહ)* .
આ કાવ્ય સંગ્રહમાં પવિએ પ્રેમરસ ભરી કવિતાઓ પીરસી છે . હૃદયની ઊર્મિઓને કવિતાના માધ્યમથી સહજ સ્વભાવિક રીતે તેમને અભિવ્યક્ત કરી છે .તેમને પોતાની ઊર્મિઓને કલ્પનાની ઉડાન વિષય ચયન ભાષા અને શબ્દ પસંદગી સરસ રીતે પ્રયોગ કરી આભધરાને એક કાવ્યસંગ્રહ તરીકે પ્રકાશિત કરી સાહિત્ય ક્ષેત્રે અને પ્રકાશન ક્ષેત્રે નિત્ય નવીન વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરી છે .
તેમને સાહિત્ય સેવા સંકુલ ડાકોરના ડોક્ટર ફકીરભાઈ પટેલ પૂર્વ ડિન સરદાર પટેલ યુનિવર્સિટી આણંદના હસ્તે રાવજી પટેલ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે મળેલ છે .*.
તેમને કોલોનીસ્ટ તરીકે ગાંધીનગરથી ગાંધીનગર મેટ્રો, નવસારીથી નવસારીવિકલી ,
સુરતથી મધુવૃષ્ટિ ,
શબ્દશ્રી મેગેઝીન , શિક્ષણ કુંજ ઈ મેગેઝીન ,માં પોતાની કલમને કંડારી છે.
તાજેતરમાં જ તેમની સાહિત્યની કલગીમાં એક ઉમેરો થયો. દેશભરની નારીઓ માંથી પોતાની કળામાં આગવી પ્રતિષ્ઠા ધરાવતી મહિલાઓને શબ્દશ્રીના તંત્રી શ્રી ભાગ્યશ્રીબેન અને સુરત મિત્રના તંત્રી વિનોદભાઈ મેઘાણી દ્વારા નારી તું નારાયણી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
” જૂનાગઢ જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ ક્વાટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું