જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીરા અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઈરામો ઉપર ઘોરા બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ. જે જે પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો ચતત પ્રયત્નશીલ હોય. અને આજરોજ કાઈમ બ્રાન્ચ જૂનાગઢના એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા ડ્રા.પો.કો. જયેશભાઈ બામણીયાને સયુંકતમાં બાતમીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, વંથલી તાલુકાના સોનારડી ગામનો અનવર આમદ પલેજા તથા મેંદરડા તાલુકાના લીલવા ગામનો ઇલ્યાસ શરીફ સાંધ એમ બંને ભાગીદારીમાં ગે.કા. રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરે છે અને તેઓની આ પ્રવ્રુતી સતત ચાલુ છે અને આ બંને ઈસમોએ બહા૨ના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડે કટીંગ ક૨વાના છે, જે હકિકત આધારે મેંદરડા તાલુકાના લીલવા, પાટરામા ગામના સીમાડે હકીકત વાળી જગ્યાએ જતા એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી કરતા હોવાનું જણાય આવતા રેઇડ કરતા મજકુર ઈસમો પોલીસ સ્ટાફ જોઈ જતા વાહનો મુકીને નાશી ગયેલ. જે વાહનો જોતા ટાટા ૪૦૭ તથા ટ્રેકટર તથા એક બુલેટ મળી આવેલ. તેમજ ટ્રેઈલરમાં નીચે સુકો ભુકો(ચારો) તથા પુઠાની પેટીઓ તથા બિય૨ના છુટા ટીન તેમજ ટાટા ૪૦૭માં ના ઠાઠામાં પણ ચુકો ભુકો (ચારો) તથા સફેદ કલરના બાચકાઓ તથા પુઠાની પેટીઓ જોવામાં આવેલ. સદરહું પુઠાની પેટીઓમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન હોવાનું જણાય આવતા તમામ મુદામાલ કબ્જે કરી મેંદરડા પો.સ્ટે. માં પ્રોહી એક્ટ ) મુજબનો ગુન્હો તા.૦૪/૦૮/૨૦૨૪ ના રોજ રજી. કરાવવામાં આવેલ.
પકડવા પર બાકી આરોપીઃ-
અનવર આમદ પલેજા રહે. સોનારડી તા.વંથલી
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ- ૩૨૬% કિ.રૂ.૩,૨૧,૪૦૦/-(૨) બિયર ટીન નંગ-૫૦૨ કિ.રૂ.૫૦૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૭9,900/- (३) टाटा-४०३७ नं. GJ-02-V-4929 13.4.4,00,000/-
૪) ટ્રેક્ટર ટ્રેઇલર રાહિતનું કિ.રૂ.4,00,000/-૫) બુલેટ નન. GJ-11-CP-44330 ડિ૩.૫,૫૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ. ૧૫,૨૬,૬૦૦/-
આ કામગીરીમાં કારીમ બ્રાન્ચના પો.ઈન્સ. જે જે પટેલ તથા એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મરૂ તથા પો.કોન્સ ચેતનસિંહ સોલંકી તથા ડ્રા.પો.કો. જયેશભાઈ બામણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.