DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાયરલ એનકેફેકાઇટીસ( ચાંદીપૂરા ) રોગ અટકાયતીના ભાગરૂપે ભરૂચ જિલ્લાની ૪૯૦ આરોગ્ય ટીમ દ્વારા  અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો 

Share to

*તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન*

ભરૂચ- સોમવાર- ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ (ચાંદીપૂરા) રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. હજુ પણ આ સર્વેની પ્રકિયા ચાલુ જ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન તમામ તાલુકાઓના ૪૫૫ ગામોને આવરી લેવામાં આવેલા છે. જેમાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરવામાં આવી છે. સાથે આવા મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. વધુમાં ચાર તાલુકાઓમાં સઘન સર્વિલન્સ અને ડસ્ટીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટીંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે.

તેમ આરોગ્ય વિભાગ દ્નારા મળેલી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત, ગામ પંચાયત સાથે સંકલન કરીને વિસ્તારમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે. તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલું છે.

આરોગ્ય તંત્ર દ્વારા દવાઓનો સ્ટોકની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ પીવા લાયક પાણીમાં ક્લોરીનેશન માટેની તથા મચ્છર ઉત્પતિ સ્થાનોની પણ તપાસણી કરવામાં આવી રહી છે જો કેસ મળે ત્યાં એન્ટોલોજીકલ ટીમ દ્વારા કોઈ વેકટર હોય તો તેને પણ શોધી કાઢવા પ્રયત્ન કરવામાં આવે છે.


વાયરલ એનકેફેકાઇટીસ( ચાંદીપૂરા ) રોગ અટકાયતીના ભાગરૂપે અંકલેશ્વરમાં દવાઓનો છંટકાવ શરૂ

ભરૂચ- સોમવાર- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે નગરપાલીકાઓ અને તાલુકાકક્ષાએ પણ એક્શન મોડમાં તંત્ર અગમચેતીના ભાગરૂપે નક્કકર કામગીરી કરી રહી છે. ભરૂચ જિલ્લામાં આવો એકપણ કેસ સામે આવ્યો નથી.
આજરોજ અંકલેશ્વર નગર પાલીકા દ્નારા અગમચેતીના ભાગરૂપે અંકલેશ્વર શહેરના સ્લમ વિસ્તારો, શહેરની તમામ શાળા અને આંગણવાડીમા મેલોથીનના ૫% દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાહેર માર્ગો પણ સાફ- સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


Share to

You may have missed