October 12, 2024

નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓ જેવાકે નાંદોદ, તિલકવાડા ,ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામા પણ ચાલી રહ્યો છે સરકારી અનાજનો કાળો કારોબાર શુ જિલ્લાનું વહીવટી તંત્ર આ તાલુકાઓમાં છાપો મારશે ખરું ?

Share to

સાગબારા તારીખ 20,7,24

સાગબારા તાલુકા માંથી ખુબ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા અન્ય તાલુકાઓ જેવાકે ડેડીયાપાડા, નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા માં પણ કહેવાય છે કે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બે નંબરમાં વેચવાનો કાળો કાળોબાર ચાલી રહયો છે.ત્યારે હાલ નર્મદા જિલ્લામાં ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ ઈમાનદાર સરકારી અધિકારી તપાસ કરે તો લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો પકડાય તેમ છે.સરકારી અનાજ સાથે આપવામાં આવતી દાળ
ખાનગી દૂકાનો મા 50 રુપિયા કીલો મા વેચાઇ રહી હોવાની પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.તો ચોખા પણ 40 રૂપિયે કિલો બજારમાં દુકાનોમાં વેચાઈ રહયા છે.

કેટલાક સરકારી અનાજના
સંચાલકો જે બે થી ત્રણ દુકાનો નું સંચાલન કરે છે એવા સંચાલકો અનાજ નો જથ્થો કાળા બજારમાં
વેચતા ઘબરાતા નથી એમનુ કેહવુ છે અમારા હપ્તા સરકારી અધિકારીઓ સુધી પહોંચે છે.કોઈ અમારુ કઈ પણ બગાડી શકે નહી નર્મદા જીલ્લાના
નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાંથી
નસવાડી ,મંજુસર ,વાઘોડિયા ,હાલોલ ,દાહોદની લોટ બનાવતી ફેક્ટરીઓમા આ સરકારી અનાજ વેચવામાં આવે છે કાળા બજાર મા સરકારી અનાજ વેચનાર કેટલાક વેપારી રાજકીય વગ ધરાવે વે છે જેના કારણે જીલ્લા મા સરકારી અનાજનો કાળા કારોબાર નો વેપલો મોટાપાયે ફુલયો ફાલ્યો છે.ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર આવી જગ્યાઓ પર છાપો મારશે ખરું ?


Share to