યુવાનના પરિવારજનો અને ગ્રામજનોએ બંને તરફથી રોડ બંધ કરીને કર્યો ચક્કાજામ છ કલાક બાદ ગ્રામજનો દ્વારા મૃતદેહ હટાવવામાં આવ્યો
આ વિસ્તારમાં બે નંબરના રોયલ્ટી વગરના રેતી ભરેલા ટ્રેક્ટરો બેફામ જતા હોય છે જેને લઈને વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે 15 દિવસ પહેલા પણ નિવૃત્ત શિક્ષક નો ટ્રેક્ટર અડફેટે લેતા શિક્ષકનું મોત નીપજ્યું હતું
ગ્રામજનોની માંગ છે કે બેફામ ચાલતા રેતીના બે નંબરના ટ્રેક્ટર આ રોડ પરથી બંધ કરવામાં આવે તેમ ગ્રામજનો ની માંગ બોડેલી તાલુકાના ઊંચાપાણ પાસે રેતી ભરેલું ટ્રેક્ટર બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત ગામજનો માં ભારે આક્રોશ જોવા મળ્યો. આજે સવારે 8:00 વાગ્યાની અરસામાં વિપુલભાઈ રાઠવા રહે ઉચાપાણ થી તેમની સાસરીમા કામ અર્થે નીકળ્યા હતા ત્યારે ઊંચા પાન પાસે રેતી ભરેલ ટેક્ટરે મોટરસાયકલને અડફેટમાં લેતાં મોટરસાયકલ ચાલાક વિપુલભાઈ રાઠવા રહે ઉચાપાણ તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું અને આ અકસ્માત કરેલ ટેકટર બાજુમાં આવેલ કુવામાં ખાબક્યું હતું ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર થયો હતો જ્યારે આ અકસ્માત થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા ગ્રામજનોની એક જ માંગ બે નંબર રેતી ના ટ્રેક્ટર ચાલતા બંધ કરવા અને તેઓની ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી ત્યારે બોડેલી પોલીસ દ્વારા ત્યાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને બોડેલી એ,એસ,પી ગૌરવ અગ્રવાલ તેમજ બોડેલી પી.એસ.આઇ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાઅને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.