September 8, 2024

ચોમાસુ શરુ થતાં ઝઘડિયા તાલુકામાં બંધ પડેલ રેલવે લાઇન માથાનો દુખાવો સાબિત થઈ રહી છે વરસાદ વરસતા ગરનાળાઓમાં પાણી ભરાયા હતા….

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

દર ચોમાસા દરમિયાન ઉમલ્લા નજીક કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની બંધ પડેલ રેલવે લાઇન લોકો નો માથાનો દુખાવો બની ગયેલ છે ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોઈ છે જેમાં ઝગડીયા તાલુકામાંથી પસાર થતાં મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે. આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે. વિના આયોજન બનાવેલ નાળાઓ માં ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતું હોવાથી અપડાઉન કરતા વિધ્યાર્થીઓ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનો હાલાકિમાં મુકાય છે. હાલમાં ચોમાસું શરુ થયું છે,ત્યારે ઉમલ્લા નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામિણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા . આ સ્થળ નજીક રાજશ્રી પોલિફિલ નામની કંપની આવેલી છે,આ કંપનીની શાળા મહુવાળા જતા માર્ગ ના રસ્તામાં આવેલ હોઇ જ્યાં આજુબાજુના ગામોના વિધ્યાર્થીઓને ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે. રેલવે અધિકારીઓના અણઘડ વહિવટથી ઘણાં રેલવે ગરનાળાઓ ચોમાસા દરમિયાન જળાશયમાં ફેરવાઇ જતા હોય છે. કાલીયાપુરા નજીકના ગરનાળામાંથી ચોમાસુ પાણી વહી જાય અને ગરનાળામાં ભરાઇ ના રહે તે માટે રેલવે સત્તાવાળાઓએ તાકીદે આવા નાળાઓ ની યોગ્ય સફાઈ અને વરસાદી પાણી નો નિકાલ કરવા આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે…


Share to

You may have missed