નેત્રંગ તારીખ 15,7,24
આજે વહેલી સવારથી પડી રહેલા સાંબેલાધાર વરસાદને પગલે નેત્રંગ સહિત તાલુકાના અનેક ગામોમા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે કુદરતી હાજતે ગયેલા એક યુવાને નદીમાં અચાનક પાણી ફરી વળતાં એક સ્વબચાવ માટે તાડના ઝાડ નો સહારો લીધો હતો.
કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીનો પ્રવાહ વધતા અધ વચ્ચે ફસાયો હતો જેને ગ્રામજનોએ તેને દોરડાની મદદ થી રેસ્ક્યુ કરી બચાવ્યો હતો.