September 4, 2024

પત્રકાર એકતા પરિષદનું નર્મદા જિલ્લાનું  અધિવેશન ડેડિયાપાડા કુનબાર નર્સરી ખાતે યોજાયું. કુદરતના ખોળે ગુજરાત ભરના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પહોંચતા આનંદ વિભોર બન્યા.

Share to

સાગબારા તારીખ 15,7,24

ગત તા 13 જુલાઈ શનિવારના રોજ સાંજે 4 કલાકે પત્રકાર એકતા પરિષદ નર્મદા જિલ્લાનું અધિવેશન ડેડીયાપાડા તાલુકાના કુનબાર ખાતે ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં યોજાયું હતું.કુનબાર નર્સરી સુંદર રમણીય વાદળો થી ઘેરાયેલું વાતાવરણ, ઘડી ઝરમર ને ઘડી ઘોઘમર વરસાદ નો અવાજ,ઠંડક ને જફરાટ શું એનું વર્ણન કરવું,સુંદર પ્લાન્ટેશન ક્યાંક ફૂલો તો ક્યાંક ડીઝાઈન,ક્યાંક નદી તો ક્યાંક ડુંગર ના એક સ્થાને દર્શન અને અલગ અલગ જગ્યાએ પર બનેલા ટેન્ટ જેવા કોટેજ, સુંદર દેશી ભોજન ની ખુશ્બૂ થી મહેકતું રસોઈ ઘર અને વાસ ની ખપાટ થી મઢેલો હોલ, ખરેખર આ કુદરત ના ખોળે મળેલા આનંદ અને સુખ ને વર્ણવવા શબ્દો મળતા નથી.

એક પછી એક પત્રકાર એકતા પરિષદ ની જુદા જુદા જિલ્લા માંથી આવેલા હોદ્દેદારો ની 17 જેટલી ફોર વ્હીલ ગાડીઓ આવી પહોંચી કુનબાર નર્સરી ખાતે આવી પહોંચી હતી.જ્યાં ડિજિટલ ઇન્ડિયા ના નેટવર્ક બંધ અને કુદરત સાથે જોડતા નેટવર્ક ચાલુ થાય છે, એ માહોલમાં નર્મદા જિલ્લા ની ટીમ દ્વારા મીટીંગ નું આયોજન કર્યું હતું..ઘણા તો કોટેજ રાખવા પૂછપરછ કરવા લાગ્યા,પણ હાથ ખંખેરી હેઠા બેઠા,કારણ ઓન લાઇન બુકિંગ થાય ઓમાય પાછું ચાર દિવસ ની નો વેકેંસી..!!

હલવો નાસ્તો કર્યા,ચા પાણી પીધા ને ધીરે ધીરે વરસાદ પણ ધીમો પડ્યો ને મીટીંગ ચાલુ થઈ,નર્મદા જિલ્લા ના મનીષભાઈ પટેલ ને પ્રદેશ કારોબારી માં પદ નીયુક્ત કર્યા નું નિયુક્તિ પત્ર આપી એમનું સન્માન કર્યું.સ્વાગત પ્રવચન નો દોર જિલ્લા પ્રમુખ સુનીલ વર્મા એ કરી,પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા નું ફૂલહાર થી સ્વાગત કર્યું.ઉપ્રમુખ ગીરવાન સિહ સરવૈયા તેમજ કમલેશ ભાઈ પટેલ નું સન્માન જગદીશભાઈ શાહે કર્યું. ત્યારબાદ મંત્રી સંદિપ દેવાશ્રય વિપુલ ભાઈ દરજી,પિનાકીન ભાઈ પરમાર, સહિત ઝોન પ્રભરીઓ રાજેશ ભાઈ પટેલ,ભરતભાઈ નાકરાણી,જગદીશ શાહ તેમજ પરેશ ભાઈ જાદવ તેમજ જિલ્લા પ્રમુખો સતીશ કુંભાની સુરત,અર્જુનસિંહ ઠાકોર મહેસાણા,સુનીલ ભાઈ વર્મા,યોગેશ ભાઈ ચૌહાણ દાહોદ,વરુણ સોલંકી વડોદરા તેમજ મહિલા વિંગના સીમા મેમણ, વીણા બેન ચોંડાગર, શીતલ બેન,રસીલાબેન ના પણ સ્વાગત કર્યા..

સંગઠન અને ચુંટણી નું વર્ષ હોય જરૂરી માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપ્યા બાદ,પ્રદેશ અધ્યક્ષ તરફથી ઘડિયાળો તમામ પત્રકારો ને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી.પ્રદેશના મનીષ પટેલ ના ટુંક પ્રવચન બાદ નીતિન ઘેલાણી દ્વારા સંગઠન ની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.પ્રદેશ મહામંત્રી કિરણ ભાઈ મલેશિયા,પ્રભારી મનોજભાઈ રાવલ,સાબરકાંઠા કાર્યકારી અધ્યક્ષ મનોજ પટેલ,વડોદરા ના નિલેશ પાઠક પ્રદેશ મંત્રી, સહિત સૌનું સ્વાગત સન્માન મોડા આવતા હાથ ધર્યું હતું..

નર્મદા જિલ્લા ની એ કુનબાર નર્સરી યાદગાર કુદરતનો ખોળો સૌનું સંભારણું બની ગયો, છેલ્લે આભારવિધિ જગદીશભાઈ શાહે કરી ને છેલ્લે અન્ન ભેળાં એના મન ભેળાં કહેવત ને સાર્થક કરતું પ્રીતિ ભોજન કરી સૌ છુટા પડ્યા હતા.


Share to

You may have missed