જૂનાગઢમાં હસમુખભાઇ સુખાનંદી ભવનાથ ખાતે સુંદરકાંડના પાઠ કરવા જતા હતા ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતનો  મોબાઇલ ખોવાય ગયો જુનાગઢ પોલીસે મોબાઈલ તાત્કાલિક શોધીને અરજદારને પરત કર્યો

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર હસમુખભાઇ સુખાનંદી જૂનાગઢના વતની હોય, અને ભવનાથ ખાતે સુંદરકાંડના પાઠ કરવા જતા હોય હસમુખભાઇ મધુરમથી ભવનાથ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. ભવનાથ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતનો Xiomi મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* હસમુખભાઇ જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તથા હસમુખભાઇનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, વિક્રમભાઇ જીલડીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હસમુખભાઇ સુખાનંદી મધુરમથી ભવનાથ જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા સુખાનંદી બાપુનો રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતનો Xiomi મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા હસમુખભાઇ સુખાનંદીનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાંથી જ મળી આવેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હસમુખભાઇનો રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતનો Xiomi મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હસમુખભાઇ સુખાનંદીએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા નેત્રમ શાખા ખાતે ભાવુક દ્ર્શ્યો સર્જાયા તથા હસમુખભાઇ સુખાનંદીએ નેત્રમ શાખાના તમામ સ્ટાફને ખૂબ આશીર્વાદ આપેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હસમુખભાઇ સુખાનંદીનો રૂ ૧૦,૫૦૦/- ની કિંમતનો Xiomi મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed