DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ અંતર્ગત નેત્રંગ રેન્જમાં પિંગોટ ખાતે સ્થળ નિરીક્ષણ કરતા ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૧-૦૭-૨૪.

ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ અંતર્ગત ભરૂચ સબ ડિવિઝનમાં ઝઘડિયા તથા નેત્રંગ રેંજમાં ચાલુ વરસાદે ચાલતી વાવેતરની કામગીરીનું ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ નોડલ ઓફિસર અને ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક એસ.કે.શ્રીવાસ્તવે નિરીક્ષણ કરી કામગીરીની પ્રસંશા કરી હતી.


જેમાં નેત્રંગના સ્ટાફ સાથે ૪ કિલોમીટર જંગલના ખરાબ રસ્તે ટ્રેકટર દ્વારા ફરી થયેલ અને ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરી સારી કામગીરી બદલ સ્ટાફને પ્રોત્સાહીત કાર્યો હતો. તેમજ ન પહોંચી શકાય તેવા રીમોટ વિસ્તારમાં કપરી પરિસ્થિતિમાં નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયા અને તેમની ટીમ દ્વારા ચાલુ વરસાદે કામગીરી પૂર્ણ કરેલ છે. જે અધિક મુખ્ય વન સંરક્ષક ગુજરાત રાજય ગાંધીનગર એસ.કે.શ્રીવાસ્તવ દ્વારા બિરદાવ્યું હતું. સુરત મુખ્ય વન સંરક્ષક ડૉ.કે.શાશીકુમાર દ્વારા પોતે અધિકારીઓ સાથે કન્ટ્રી રાઈડ કરી ચાલુ વરસાદે મુલાકાત લઇ સ્ટાફ અને સુરત વર્તુળના અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું.


જેમાં ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ નોડલ ઓફિસર અને ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર એસ.કે.શ્રીવાસ્તવ, સુરત મુખ્ય વન સંરક્ષક ડૉ.કે.શાશીકુમાર, માંડવી ભારતીય વન સેવાના મદદનીશ વન સંરક્ષક ધીરજકુમાર, ભરૂચ મદદનીશ વન સંરક્ષક આર.ડી.જાડેજા, નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયા, ઝઘડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed