October 5, 2024

નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર પડેલા ખાડાઓ પુરવામા નકરી વેઠ ઉતારતુ તંત્ર.

Share to

રાજય માગૅ-મકાન વિભાગના અંકલેશ્વર ડીવીઝન થકી..

સાત સાત વર્ષ થી પ્રજા આ માગઁ થી તોબા પોકારી ઉઠી છે.
નવા રોડ રસ્તાઓનુ નિરીક્ષણ કરતા પદાધિકારીઓ આ બાબતે પણ દયાન આપશે ખરા ???

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૧-૦૭-૨૪.

નેત્રંગ-વાલીઆ-અંકલેશ્વર ને જોડતો રાજય ધોરીમાર્ગ ઉપર ઠેરઠેર સાત સાત વર્ષ થી ખાડાઓ માંથી મહા મુસીબતે વાહનધારકોથી લઈ ને આમ રાહદારીઓએ પસાર થવુ પડતુ હોવાથી પ્રજા તોબા પોકારી ઉઠી છે.
તેવા સંજોગોમા ચોમાસ ની સિઝન શરૂ થતાજ એક બે ફટ ઉડા ખાડાઓ મા પાણી ભરાતા ઓર પરેશાની ભોગવતી પ્રજા અકસ્માત નો ભોગ બની રહી હોવાને લઇ ને તાજેતર મા કેટલાક વાહનધારોએ તેમજ આમ રાહદારીઓ થકી કોઈ વાહનધારક કે સામાન્ય પ્રજા ખાડાઓમા પડી અકસ્માતમા જીવ ગુમાવી બેસે તેને દયાન પર લઇ ને ખાડાઓ થી બચવા ભાજપના ઝંડા ખાડાઓમા ઉભા કરી તંત્ર સામે છુપો રોષ વ્યક્ત કરાતા માગૅ-મકાન વિભાગ થકી ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામા આવી છે. તેમા પણ નકરી વેઠીયાવારી કામગીરી ચાલી રહી છે. જયા જીવલેણ ખાડાઓ પડેલા છે. તે તેવાને તેવાજ રાખવામા આવ્યા છે. ઓછાવતા ખાડાઓમા મેટલ માટી પુરાણ કરવામા આવી રહી છે. કોઈ પણ જવાબદાર અધિકારીઓ આ કામગીરી દરમિયાન નજરે પડતા નથી. ત્યારે ચોમાસાની સિઝનમા જીવલેણ ખાડાઓ ને લઇ ને કોઇક મોટો અકસ્માત થાય ને કોઈ નો જીવ જાઇ તે પહેલા જ તંત્ર થકી નકર કામગીરી કરાવવામા આવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નવા બનતા રોડ રસ્તાઓ નુ નિરીક્ષણ કરતા પદાધિકારીઓ આ બાબતે પણ ચોક્કસ દયાન આપે તેવુ પ્રજા ઇચ્છી રહી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed