રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ : છેલ્લા 30 વર્ષથી મારા જન્મદિવસે યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર : તમામનો ખૂબ ખૂબ આભાર : નરેશ પટેલ : જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની અનેક વખત રક્તતુલા થઈ છે તેવા નરેશ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો ૧૧ જુલાઈ ૨૦૨૪ ને ગુરુવારના રોજ પોતાના ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦ મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં ૧૫૦૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને નરેશ પટેલના જન્મદિવસે યોજાતા આ સેવાના મહાયજ્ઞમાં આહૂતિ આપી હતી.સર્વ સમાજના ભાઈઓ – બહેનોએ રક્તદાન કરીને નરેશ પટેલના જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવ્યો હતો અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નરેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં અત્યાર સુધી હજારો લોકોએ રક્તદાન કર્યું છે ત્યારે આજના દિવસે આ તમામ રક્તદાતાઓ,આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
મેગા બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે સંગઠન અને ટ્રસ્ટીમંડળની એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખ તુષાર લુણાગરીયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના માળખા અંગે માહિતી આપી હતી.જ્યારે શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ચિરાગ શિયાણીએ ખોડલધામની વિવિધ સમિતિઓના માળખાની માહિતી આપી હતી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના
પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ શ્રી ખોડલધામના વિવિધ ઝોનમાં કાર્યરત સંગઠનના માળખાની માહિતી આપી હતી.આ માળખા સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વધુ પારદર્શકતાથી કાર્ય થાય અને મજબૂત સંગઠન થકી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીને સમાજનું કામ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગમાં ઉપસ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી અનાર પટેલે પણ પોતાના સંબોધનમાં આગામી દિવસોમાં સંગઠનના માધ્યમથી વધુ ને વધુ સમાજલક્ષી કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મીટીંગમાં નરેશ પટેલે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને કન્વીનરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં રાજકોટ નજીક બની રહેલી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કામમાં લાગી જશે અને ઝડપથી આ હોસ્પિટલ સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામે તે દિશામાં પ્રયત્નશીલ રહેશે. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ગામ- અમરેલી) સાઈટ ખાતે વૃક્ષારોપણ કરાયું નરેશભાઈ ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ લીગલ સમિતિ-રાજકોટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી ગત તારીખ ૯ જુલાઈને મંગળવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ગામ-અમરેલી) સાઈટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં નરેશ પટેલે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નરેશ પટેલ, ટ્રસ્ટી, કન્વીનરો, લિગલ
સમિતિના તમામ સભ્યો સહિતના લોકોએ હાજરી આપી હતી અને વૃક્ષારોપણ કરીને વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.