.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેશ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના તથા આવી પ્રવ્રુતીમા અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય, જે અનુસંધાને “એ” ડીવી. પો.સ્ટે ના પો.ઇન્સ શ્રી વી.જે.સાવજ સાહેબની સુચના મુજબ “એ” ડીવી.પો.સ્ટે.ના ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ.ઇન્સ ઓ.આઈ.સીદી તથા પો.સ્ટાફના માણસો જુનાગઢ “એ” ડીવી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગુના નિવારણ સ્કોડના પો.હેડ.કોન્સ કિરણભાઇ કે. રાઠોડ નાઓને બાતમી હકીકત મળેલ કે, જુનાગઢ કડીયાવાડમાં રામાપીરના મંદીરની સામે જાહેરમાં અમુક ઇસમો ઘોડી પાસા પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે. તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ- 03 ઇસમો જાહેરમા ઘોડી પાસાનો પૈસાથી હારજીતનો જુગાર રમતા હોય જેઓને રોકડા રૂ|. ૨૩૩૦0/- તથા ઘોડી પાસા જોડી નંગ-૧ સાથે તથા મોબાઇલ ફોન-૩ તથા બાઇક મળી કુલ કી.રૂ.૫૮૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ કબ્જે કરી “એ”ડીવી પો.સ્ટે.માં. જુગાર ધારા કલમ મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ(૧) કિર્તી પ્રવીણભાઇ મકવાણા જુનાગઢ ગીરનાર દરવાજા ગુણાતીત માર્બલ પાસે ઉપર
(૨) પરેશભાઇ રામભાઇ ગૌસ્વામી -જુનાગઢ ગીરનાર દરવાજા ચામુંડાના ઢોરા
(૩) ભરતભાઇ બાબુભાઇ ડૉગા જુનાગઢ ગણેશનગર પાણીના ટાંકા પાસે
(૨)નાસી જનાર આરોપીઓ(૧) દર્શીત મેઘજીભાઇ સોંદરવા (૨) દાઢી વાળો દર્શીત નો મિત્ર દર્શીત મેઘજીભાઈ સોંદરવા
આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-(૧) રોકડ રૂપીયા ૨૩૩૦૦/- (૨) ઘોડી પાસા જોડી-૧ કિ.રૂા ૦૦/-
(3) મોબાઇલ નંગ-૩ કિ.રૂ ૧૦૦૦૦/-
(૪) એકટીવા મોપેડ જેના રજી નં. GJ-11-BP-7981 કિંમત રૂ ૨૫૦૦૦/-
આ કામગીરી “એ”ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી વી.જે.સાવજ સાહેબની સુચના મુજબ ગુન્હા નિવારણ
યુનીટના પો.સબ.ઇન્સ. ઓ.આઈ.સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.હેડ.કોન્સ કે.કે.રાઠોડ તથા પો.કોન્સ
રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ તથા ભરતભાઇ ઓડેદરા તથા વીક્રમભાઇ છેલાણા તથા જીગ્નેશભાઇ શુકલા
તથા નરેન્દ્રભાઈ બાલસ તથા જુવાનભાઇ લાખણોત્રા તથા નીલેષભાઇ રાતીયા એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ