માનવસેવા ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં ચંદનના છોડ નું વિતરણ કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામના વતની અને ડેડીયાપાડા ના માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા માનવસેવા ટ્રસ્ટ નામથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, આજરોજ માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મહેશભાઈ વસાવાના પરિવાર દ્વારા ઝઘડિયા તાલુકાના માલજીપુરા તથા ચંદેરીયા ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સાથે પર્યાવરણનું જતન ના ઉદ્દેશ સાથે દરેક વિદ્યાર્થીને બે ચંદનના છોડ એક કેસર કેરીનો છોડ તથા સ્કુલ બેગ કંપાસ કીટ નોટ બુક્સ રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યું હતું શિક્ષણ સાથે પર્યાવરણ બચાવો ના ઉદ્દેશથી અને આવનારા સમયમાં
વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ધ્યાનમાં લઇ માનવસેવા ટ્રસ્ટ દ્વારા બે ચંદનના છોડ તથા એક કેસર કેરીનો છોડ અને શિક્ષણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહેશભાઈ વસાવા ના પુત્રી હિરલબેન પુત્ર ગૌરવ તથા ગામના સરપંચ સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.