* સોયાબીન ૨૮૮૦ હેક્ટર-સોયાબીન ૨૮૨૫ હેક્ટર વાવેતરમાં મોખરે
* સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસું પાક ઉપર નિભઁર
તા.૦૬-૦૭-૨૦૨૪ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે મોટભાગના ખેડુતો ચોમાસું ખેતી ઉપર જ નિભઁર રહેતા હોય છે.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે છે.માચઁના માસમા પ્રારંભની સાથે બોર-મોટર,કુવા અને નદી-નાળામાં પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી જતાં હોવાથી કાળીમજુરી કરીને ઉભો કરેલ પાક બળીને ખાખ થઇ જાય છે.
જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાના આગમન બાદ નેત્રંગ તાલુકાના ખેડુતોએ ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સોયાબીન ૨૫૮૦ હેક્ટર,કપાસ ૨૫૨૮ હેક્ટર,તુવેર ૧૪૨૧ હેક્ટર,ડાંગર ૭૪૫,મકાઈ ૫૪૫,શાકભાજી ૨૫૦,લીલો પડવાસ ૧૨૪,મગફળી ૫૨ અને અળડ ૨૯ હેક્ટર એટલે કે કુલ ૮૫૭૧ હેક્ટર વાવેતર થયાનું જાણવા મળ્યું છે.જુલાઈ માસમાં મેઘરાજા વિરામ કરે તો વાવેતરના આંકડામાં હજુ વધારો થઇ શકે તેમ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન