નેત્રંગ પંથકમા મેધરાજા છેલ્લા તેર દિવસ થી મનમુકીને વરસી રહ્યો હોવાના કારણે ખેડુત આલમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો, છેલ્લા ૩૪ કલાક દરમિયાન એટલે કે તા.૦૩ના રોજ થી તા.૦૪ના રોજ સાંજ ના ચાર વાગ્યા સુધીમા ૫૯ એમ.એમ.(અઢી ઇચ ) વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ ૩૩૫ એમ.એમ.( ૧૪ ઇચ ) નોંધાયો છે. જ્યારે પથંકમા આવેલ પિંગુટ ડેમ ૧૦ ટકા, બલદેવાડેમ ૨૫ ટકા અને ધોલીડેમ ૬૨ ટકા જેટલો ભરાયો છે. નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીમા ધોડાપુર આવતા આજે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. આ લખાઇ રહ્યુ છે. ત્યારે પણ પથંકમા મેધમહેર ધીમી ધરાએ ચાલુ છે.
પથંકમા આવેલ નદી નાળાઓમા નવા પાણી આવક શરુ થઇ ગઇ છે.
*વિજય વસાવા નેત્રંગ*