બોડેલીમાં  જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નો પૂજન આરતી સાથે પ્રારંભ

Share to

બોડેલી :

જગન્નાથ જી ની સતત ત્રીજા વર્ષે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે ભવ્ય રથયાત્રાનું પ્રારંભ આજે સવારે 9:00 કલાકે જલારામ મંદિર ખાતેથી આયોજન સમિતિ ના સદસ્યો, વિવિધ સંપ્રદાયના સંતો તેમજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ, બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, બોડેલી અર્બન બેંકના એમડી રજનીભાઈ ગાંધી વગેરે સહિત જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા તેમજ બોડેલી અલીપુરા અને ઢોકલીયાના સરપંચો, સદસ્યો અગ્રણીઓ અને ભાવિક ભક્તો સાથે નીકળી ત્યારે ઉપસ્થિત મહાનુભાવો એ રસ્તા પર ઝાડુ મારી જગન્નાથજી ને પ્રસ્થાન કરાવ્યું હતું.


અમદાવાદ સાણંદ ના સુપ્રસિદ્ધ એવા શરણાઈ અને ઢોલ તેમજ વડોદરાના પ્રખ્યાત નાસિક ઢોલ નગારા દ્વારા પ્રભુની સ્તુતિ સાથે રથયાત્રા શરૂ થઈ મુખ્ય માર્ગ પર આવતા જ રથયાત્રા સાથે વિસ્તારનું નયનરમ્ય આદિવાસી નૃત્ય, બેન્ડવાજા સાથે ભાવિક ભક્તો જોડાતા રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી હતી સમગ્ર રથયાત્રામાં આ બધી જ કૃતિઓ ભક્તજનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.


ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed