નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લીધી —–

Share to

રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓનું નીરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું. ખૂટતી કડીઓ અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી જનતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને સંબંધિત લાઇન ડીપાર્ટમેન્ટને તાત્કાલિક હલ કરવા તાકિદ કરી : સાંજે ૪:૦૦ કલાકે ગાંધીનગરથી સીધા વી.સીના માધ્યમથી ઓનલાઇન જોડાયા

—–
ગ્રામ પંચાયત આંગણવાડી, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ-દવાખાનું, પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે જઇ રૂબરૂ મુલાકાત કરી પ્રશાસન દ્વારા અપાયેલી સુવિધા અંગે માહિતી મેળવી : પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભા યોજી

—–
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે. જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી

—–
રાજપીપલા,શનિવારઃ- રાજ્યમાં પ્રથમવાર માન.મુખ્યમંત્રીના સીધા માર્ગદશન હેઠળ સરકારશ્રી દ્વારા વહીવટતંત્રની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્વિત કરવાના હેતુસર રાજ્યભરમાં આજે તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઇપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું.


આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામિટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઇ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે. તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમ થકી જોડાઇને જેસલપોર ગામનો ફિડબેક આપ્યો હતો. તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોની પૃચ્છા કરી ફીડબેક મેળવ્યા હતા.


જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત દરમ્યાન પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાગર, પ્રાંત અધિકારીશ્રી કિશનદાન ગઢવી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા માહિતી અધિકારી અને ગ્રામ્ય અને તાલુકા લેવલના સ્થાનિક અધિકારીઓ આ એક દિવસીય મુલાકાતમાં જોડાયા હતાં.


આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રારંભમાં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળતી સુવિધા અને ક્લાસરૂમ તથા પાણી, લાઇટ, ટોયલેટ, મધ્યાહન ભોજન અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં વઘારેલી ખિચડી, ચણાનો સ્વાદ માણ્યો હતો અને ગુણવત્તા ચકાચી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને બાળકોનું વજન, ઉંચાઇ તેમજ પોષણ અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને જર્જરિત બાલવાડીના રીપેરીંગનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને આંગણવાડીમાં સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી અને મહિલાઓની પૃચ્છા કરી હતી કે તમને આંગણવાડીમાં મળતી સુવિધાથી સંતોષ છે. ગ્રામજનોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ સંપૂર્ણતા અભિયાન અંગે પણ ગ્રામજનોને માહિતી આપી હતી.


જિલ્લા કલેક્ટરશ્રીએ આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો અને મહિલાઓને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળે છે કે, કેમ અને સરકારી યોજના મહિલાઓને દવાખાનામાં ડીલીવરી – સારવાર અને સહાય આયુષ્યમાન કાર્ડ તથા દવાઓ અને ડૉક્ટરોની હાજરી અંગે પૃચ્છા કરી હતી. તથા બાજુમાં આવેલ પશુ- દવાખાનાની પણ મુલાકાત લઇને તેની સુવિધા અને પશુ સારવારની વિગતો મેળવી હતી. ગ્રામજનો દ્વારા પાણીની જર્જરિત ટાંકી અંગે રજૂઆત કરવા હતી તે માટે લાઇન ડીપાર્ટમેન્ટને આ અંગે જરૂરી કાર્યવાહી કરી ટાંકી સફાઇ તેમજ નલ સે જલ યોજનામાં લોકોને પાણી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી તાકિદ કરી હતી અને આ પ્રશ્ન લાઇન ડીપાર્ટમેન્ટે ટાંકીમાં પાણી ચઢાવાને બદલે બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપતા લોકોને ઘરે-ઘરે પીવાનું પાણી મળતું થઇ ગયું હતું.

ગ્રામ પંચાયત ખાતે લોકોને આપવામાં આવતી સુવિધા તથા જીસ્વાન કનેક્ટીવીટી અને ગામના તલાટી પાસે ગામની પ્રાથમિક માહિતી મેળવી હતી કયા લોકો વધુ રહે છે. અને તેઓને મળતી સુવિધા અંગે સ્થાનિક અધિકારી પાસેથી સમગ્ર ગામની માહિતી મેળવી હતી અને પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ટુંકી ગ્રામસભા યોજીને ગામના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી પ્રધાનમંત્રીશ્રી આવાસના લાભાર્થી ઘરની પણ મુલાકાત કરી હતી અને વધુ લોકોને આવાસનો લાભ મળે તે અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીનું સરપંચશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહિલાઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટરશ્રીને બુકે આપી સ્વાગત કરાયું હતું.

આ જેસલપોર ગામની મુલાકાતને અનુલક્ષીને પ્રાથમિક શાળા ખાતે સાંજે- ૪:૦૦ કલાકે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર સાહેબ દ્વારા વી.સી ના માધ્યમથી કલેક્ટરશ્રી અને ડીડીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને આકસ્મિક મુલાકાત અંગે ફિડબેક મેળવ્યા હતા ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી તેની વિગતો સરકારશ્રીને અધિકારીઓએ આપી હતી અને ગ્રામજનોનો આ આકસ્મિક મુલાકાતમાં સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરીને સૌને સુવિધા મળે તે દિશામાં પ્રયત્નો કરવા હૈયા ધારણ આપ્યું હતું.


Share to

You may have missed