નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓમાં પ્રવેશ પર કેટલાંક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

Share to

—-
રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કોઈપણ અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી દ્વારા સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓના ઉક્ત કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના સો મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ પ્રવેશ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેની અમલવારી તા. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed