બોડેલી ડભોઈ રોડ પાસે એચ,ડી,એફ,સી બેન્ક નજીક ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે જેણે લઈને વાહન ચાલકોને અને રાહદારીઓને અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે ખાસ કરીને હાલમાં ચોમાસાનો સમય છે અને ચોમાસાના સમયમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળતા લોકોને મુશ્કેલી જોવા મળી રહી છે બોડેલી ડભોઇ વડોદરા રોડ હાઇવે થી રોજના હજારો વાહન પસાર થાય છે અને બાઈક ચાલકો પણ અહીંથી ખૂબ પસાર થતા હોય છે ગટર અહી ગટરનું ઢાળનું તૂટેલું હોય ત્યાં બેંક પણ આવેલી છે કામકાજ અર્થે બેંકમાં પણ ઘણા લોકો આવતા હોય છે ત્યારે અહીંથી પસાર થતા લોકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે તૂટેલા ઢાંકણા ને રીપેરીંગ કરવામાં આવે કાં તો એને બદલવામાં આવે જેથી કરીને કોઈને અકસ્માત નો ભય ના રહે તૂટેલા ઢાંકણાને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં ભૂગર્ભ ગટરનું તૂટેલું ઢાંકણું બદલવામાં આવે તેવી માંગ છે
ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર