Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો
Share to

જુનાગઢના વિસાવદર તાલુકાના છાલડા ગામના ખેડૂત શૈલેષભાઇ રાદડીયાએ પોતાનાં ૨૨ વિઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતપધ્ધતિથી મિત્ર કીટક અને ફુગની સહાયથી મિશ્રપાક દ્વારા મેળવ્યુ મબલખ ઉત્પાદન


પ્રાકૃતિક ખેતીઃ સાફલ્ય ગાથા જૂનાગઢ  જિલ્લો વિસાવદર તાલુકાના છાલડા ગામના રહેવાસી શૈલેષભાઇ રવજીભાઇ રાદડીયા પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણારૂપ
                                               
જૂનાગઢ   પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પરંતુ સાંપ્રત સમયમાં વઘુ ખેતઉત્પાદન મેળવવાની ઘેલછામાં રાસાયણીક ખાતર અને જંતુનાશક રાસાયણિક દવાઓનાં વણજોઇતા આડેધડ વપરાશનાં કારણે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. રાસાયણિક દવા અને ખાતરની માનવજીવન પર કેટલીક વિપરતી અસરો જોવા મળી હોય તેનું જીવંત ઉદાહરણ કેન્સર ના વધતા દર્દીઓ છે.
જમીન, પાણી, હવા, વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદુષણ ફેલાયું છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયુ છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. તેથી જ હવે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી તરફ તમામ ખેડૂતોને દોરી રહી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીની પ્રેરણાથી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ધરતીમાતાને બચાવી શકાય અને ગાય આધારીત ખેત પધ્ધતિ ગાયનાં પાલન પોષણથી આહારમાં ગાયનાં દુધનો ઉપયોગ થવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.
               પ્રાકૃતિક ખેતીના આ સામૂહિક પ્રયાસમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જોડાયા છે. જેમા વિસાવદર તાલુકાના નાનકડા છાલડા ગામનાં રહેવાસી ખેડૂત શૈલેષભાઇ રવજીભાઇ રાદડીયા પાસે ૨૨ વીઘા જમીન છે, અને તેઓ છેલ્લા ૧૦ વર્ષથી વધારે સુભાષ પાલેકર પદ્ધતિ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શૈલેષભાઈએ ૨૨ વીઘામાં ઋતુ અનુસાર વાવેતર કરતા રહે છે. ચોમાસામાં મુખ્યપાક મગફળી હોય કે કપાસનું વાવેતર કરે પણ મુખ્ય પાકની સાથે મિશ્રપાકનુ પણ વાવેતર કરે છે. જેમા તેઓ જણાવે છે કે આ મિશ્રપાક મિત્રપાક તરીકે પણ કાર્ય કરે છે. જેમા હળદર, મરચી, ઘાણા અને જૂદા-જૂદા શાકભાજી વગેરે રોકડીયા પાક બજારની જરૂરત સંતોષે અને પોતાની આવકમાં વૃધ્ધિ કરે તે રીતે વાવેતર કરે છે. ઉપરાંત ખેતરને ફરતે શૈલેષભાઇ સુર્યમુખીનાં છોડનું ચાર હારમાં વાવેતર કરે છે. કેસર આંબાનાં છોડની સાપેક્ષમાં પપૈયાનાં ફળાવ છોડ અને મસાલા શાકભાજીનાં વેલા આધારીત મિત્ર પાકોનું વાવેતર આવકમાં વૃધ્ધી કરે છે સાથે નિંદામણને નિવારી મુખ્યપાકને સારી જમીન પુરી પાડવા મદદરૂપ બને છે અને મિત્ર કીટકો અને કૃષિમાટે ઉપયોગી ફુગને સંવર્ધન કરે છે.  
                    સુભાષ પાલેકર ખેતી અપનાવવાની વાત કરતા શૈલેષભાઈ જણાવે છે કે, હું પહેલા રાસાયણીક ખેતી કરતો હતો જેમાં શરૂઆતના દિવસોમાં ઉત્પાદન મળતુ હતું પણ દિવસે દિવસે મારી જમીન કાર્બન સ્તર ઘટતો જવાથી બગડતી જતી હતી અને ઉત્પાદનમાં પણ ઘટાડો થતો ગયો. ત્યારબાદ હું પાલેકરજી પ્રેરીત પ્રાકૃતિક ખેતી માટે તાલીમમાં જોડાયો હતો. તેમાં મને આત્મા કૃષિ તાલીમ કેન્દ્રનો સાથ મળ્યો જેમાં મને ખુબ જ સારી માહિતી મળી હતી. જેના થકી ઉત્પાદન વધારી શકાય અને ખેતી ખર્ચ ઘટાડી શકાય. જીવામૃત વગેરે કઇ રીતે બનાવવું અને તેનાથી શું-શું ફાયદા થાય છે તેના વિશે મેં માહિતી મેળવી, આત્મા પ્રોજેક્ટ તરફથી સાત  દિવસની  તાલીમ શાળાનું આયોજન કરેલ હતુ જેમાં મેં ભાગ લીધો હતો. મારી સાથે ગામ દીઠ અનેક ખેડૂતો આ તાલીમમાં જોડાયા હતા. તાલીમમાં જીવામૃત કઇ રીતે બનાવવું વગેરેનું પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતુ. આ રીતે હું ગાય આધારિત ખેતી શીખ્યો અને મારા ખેતરમાં હું આ જ ખેતી કરુ છુ. આ ખેતીથી મને અનેક ફાયદા પણ થયા છે. મારી જમીન હવે તો સોના જેવી શુધ્ધ, ફળદ્રુપતાની દ્રષ્ટિએ મૂલ્યવાન બની છે. જમીનનો કાર્બન સ્તર સુધર્યો છે. મારું ખેત ઉત્પાદન વધ્યું છે તો સાથે સાથે ખેતી ખર્ચ પણ ઘટાડો થયો છે. ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરવાથી રોગ જીવાતનું નિયંત્રણ પણ હું કરી શકુ છુ.પ્રાકૃતિક ખેતી એ એક સામૂહિક પ્રયાસ છે. જેના થકી જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કારણ કે છોડ તો આપ મેળે જ સ્વસ્થ થઈ જાય છે.  રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેને હવે ધીરે ધીરે તમામ ખેડૂતો અપનાવતા થઈ રહ્યા છે. જેનો મને આનંદ છે.
       શૈલેષભાઇને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અને રાસાયણિક ખેતીનાં તુલનાત્મક અનુભવો વર્ણવતા જણાવે છે કે રાસાયણિક ખેતી શરૂઆતનાં તબક્કે સુલભ લાગે પણ લાંબાગાળે ખેત જમીનને અને તેનાથી ઉત્પાદિત ખેત જણસનાં ઉપભોક્તા માટે ખુબ ખતરનાક હોય છે.મેં જ્યારે મારા ગામમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે ગ્રામજનો તો એવુ કહેતા કે હવે શૈલેષ જમીન વેચશે. ગામમાં મારા પ્રાકૃતિક કાર્યને પાગલપન કહેવાતુ આજે જ્યારે હું મારા ખેતરમાં છેલ્લા આઠ વર્ષથી એકધારું ધાણાનું પણ અમુક ભાગમાં વાવેતર કરી સારૂ વળતર મેળવુ છું અને તે પણ ખાતર કે દવાનાં ઉપયોગ વગર તેથી અનેક ખેડુતો આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા છે. અને પ્રાકૃતિક ખેતીને સ્વીકારતા થયા છે. મારા મતે પ્રાકૃતિક ખેતી એટલે કુદરતની જૈવીક સાયકલને અનુસરી કરવાનું થતુ કાર્ય.
સારૂ જીવવા અને રાષ્ટ્રબાંધવોનાં અન્નદાતા હોવાનાં નાતે સૈાનાં સારા આરોગ્યની ખેવના કરવા આપણે પ્રાકૃતિક ખેત પધ્ધતિને અનુસરી અપનાવીએ.પ્રાકૃતિક ખેતીને સમજીએ. ખેતીમાં મિત્ર કીટકો અને મિત્ર ફુગને ઓળખીએ તેમનું સંવર્ધન કરી પાકને સારો બનાવી વધુ ઉત્પાદન મેળવીએ તેવી અપીલ કરી છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top