જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર સનીભાઇ બુંદેલા જૂનાગઢના વતની હોય, અને જૂનાગઢ કોટક બેન્કમાં નોકરી કરતા હોય. સનીભાઇ બસ સ્ટેશન પાસે આવેલ પટેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હોય. સનીભાઇ જમીને પરત ફરતા હોય ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમનું અગત્યના ડૉક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ત્યાં ના હોય જે બેગમાં કોટક બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા બેન્કના ચેક તથા અન્ય જરૂરી સામાન હોય. સનીભાઇએ ત્યાં આજુબાજુ તપાસ કરેલ પરંતુ બેગ મળેલ નહિં.* સનીભાઇએ હોટલમાં પણ વાત કરી પરંતુ બેગ મળી આવેલ નહિ હવે આગળ શું કરવું?? બેગ કેવી રીતે શોધવી? બેન્કના ચેક તે બેગમાં હોય જે ખૂબ અગત્યના હતા જેના લીધે તેમની નોકરીમાં પણ મુશ્કેલી થઇ શકે જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ મુખ્ય મથકના ઇચા. ડી.વાય.એસ.પી શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ સુખદેવભાઇ કામળીયા, ગીરીશભાઇ કલસરીયા, અંજનાબેન ચવાણ, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સનીભાઇ બુંદેલા જે હોટલમાં જમવા ગયા હતા તે હોટલની આસપાસના સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા સનીભાઇનું બેગ એક અજાણી વ્યક્તિ દ્વારા લઇને જતા હોવાનું ધ્યાને આવેલ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ ઝાંઝરડા ચોકડી તરફ ઓટો રિક્ષામાં બેસી જતા હોય તેવુ જાણવા મળેલ જે આધારે તે ઓટો રિક્ષાના રજી નં. GJ-11-UU-7336 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે અજાણ્યો વ્યક્તિ તે ઓટો રિક્ષામાં જ બેસેલ હોય અને તે વ્યક્તિની પૂછપરછ કરતા તે વ્યક્તિએ જણાવેલ કે તે વ્યક્તિ પણ ત્યાં હોટલમાં જમવા ગયેલ હોય અને તેમનું બેગ સનીભાઇના બેગ જેવું જ હોય જેથી તેઓ ભુલથી પોતાનું બેગ સમજી લઇ ગયેલ હોય અને તે બેગ તેમની પાસે જ હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સનીભાઇ બુંદેલાનું બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સનીભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સનીભાઇ બુંદેલાનું બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ફક્ત ૧ જ ક્લાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું
* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ઐતિહાસિક પરિક્રમા ને લઈને પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું