September 7, 2024
Share to

જૂનાગઢના બીલખામાં ઓનલાઇન હાર જીતની ગેમો ઉપર સોદા કરીને નાણાની હાર જીતનો જુગાર રમાડતા 7 ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા

જૂનાગઢ જિલ્લાના બિલખા ટાઉન વિસ્તારમાં ” બિલખા હેરીટેજ’ નામના મકાનમાં માણસો મારફતે આર્થિક ફાયદા સારૂ કોમ્પ્યુટર પર અલગ-અલગ વેબ સાઇટો મારફતે ઓનલાઇન હાર-જીતની ગેમો પર સોદાઓ કરી નાણાની હાર-જીત કરી ઓનલાઇન નાણાની આપ-લે કરી હાર-જીતનો જુગાર રમી રમાડતા કુલ-૭ ઇસમોને કુલ રૂ.૩.૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષડ થી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પ્રોઠી/જુગારની ચાલતી ગેરકાયદેસરની બદીઓ નાબુદ કરવા અને આવી ગેરકાયદે સ૨ની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ઘોરા બોલાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા શ્રી ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને હાલમાં ચાલી રહેલ ઓનલાઈન વેબસાઈટ મારફતે ઓનલાઈન ગેમીંગ દ્વારા ઓનલાઈન સોદાઓ પાડી ઓનલાઇન હારજીતના નાણાની ઓનલાઈન આપ-લે કરી જુગાર રમાડતા ઈરામો ઉપર સતત વોચ તપાસમાં હોય દ૨મ્યાન પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઈને અગાઉથી ખાનગીમાં હકિકત મળેલ કે, બિલખા-નવાગામ, પ્રભુનો પીપળા વિસ્તારમાં રહેતા ભવાનીસિંગ હરીચંન્દ્રસિંહ વાળા તથા અમદાવાદના રહેવાસી તેમના જમાર) રૂદ્રદત કુલદેિસિંગ ગોઠીલ ભાગીદારીમાં પોતાના બિલખા હેરીટેજ નામના મકાનમાં માણસો રાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા સારૂ કોમ્પ્યુટર પર અલગ-અલગ વેબ સાઈટો મારફતે ઓનલાઈન હાર-જીતની ગેમો પર સોદાઓ કરી નાણાની હારજીત કરી ઓનલાઈન નાણાની આપ લે કરી ઠારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે આજરોજ પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ તપાસ કરતા ઓનલાઇન પૈસાની હારજીતનો જુગાર ચાલુ હોય. જેથી કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ્ટાફ સાથે આજરોજ રેઇડ કરતા અમુક ઇસમો લેપટોપ પર તથા અમુક ઇસમો મોબાઈલ ફોન ઉપર કાંઇક પ્રવૃતિ કરતા જોવામાં આવતા કુલ- ૭ ઇસમોને જેમના તેમ બેસાડી દઈ તેમની પાસે રહેલ લેપટોપ ચેક કરતા લેપટોપમાં LOTUS નામની વેબસાઈટ તેમજ ટેબલ પરના બે મોબાઈલોમાં વોટસએપ ચાલુ હોવાનું જોવામાં આવેલ. જેથી વેબ સાઈટના આઇ.ડી. તથા તેની વિગત બાબતે પુછતાં પૃથ્વી બારીયાએ જણાવેલ કે, https://100panel.com/ નામની માસ્ટર આઈ.ડી. પર તેઓના ચેકર મારફતે આઈ.ડી. પાસવર્ડ મેળવીને LOTUS365 માસ્ટર આઈ.ડી.માં 022SHIV(LOTUS36510) જેમાં બેલેન્સ ૧૯૬૪૭૪.૬૮, પીએલ(પ્રોહીટ /લોસ) ૧૬૪૮૬૮૭૯.૪૪, ક૨ન્ટ બેલેન્સ ૮૮૨૭૩૯ ૯૫ તેમજ તેમની નીચે એક ક્લાયન્ટ તથા સર્ચ તેમજ બીજી આઈ.ડી. 0220LOTUS(LOTUS365WIN) જેમાં બેલેન્સ ૧૫૫૬૫૮,૪૮, પીએલ(પ્રોફીટ/લોસ) ૫૬૧૯૬૭૧૯,૧૧, કરન્ટ બેલેન્સ ૫૬૮૧૦૩.૬૩ તેમજ તેમની નીચે એક કલાયન્ટ તથા સર્ચ જોવામાં આવેલ. સદરહુ આઈ.ડી.માં જોતા કુલ-૭૮૦૦ કલાયન્ટો હોય તેમજ અલગ અલગ બેંક તરફથી ટ્રાન્જેકશનો થયેલ જોવામાં આવેલ તેમજ મજકુર ઇસમોને યુઝર નેઇમ અને પાસવર્ડ મારફતે લોગીન કરતા આઈ.ડી. ઓપન કરાવતા ઓપન થતી ન હોય..જેથી હાજર ઇસમોને આ બાબતે પુછતા ચેકરને વોટસએપ પ૨ રીપ્લાય મળવાનું બંધ થઇ જતા
ચેકર આઈ.ડી. ઓપન કરી શકતા હોય. જેથી તેઓએ પાસવર્ડ બદલી નાંખેલ હોવાનું જણાવેલ. સદરહું આઈ.ડી.
કઈ રીતે ઓપરેટ થતી હોવાનું પુછતા તેઓની બ્રાન્ચના રજીસ્ટર વોટસએપ પરથી ચેકરના વોટસએપ પર કોન્ટેક
કરી કયુ.આર. કોડ સ્કેન કરાવી વોટસએપ લોગીન કરાવતા ચેકર
પાસવર્ડ જનરેટ કરાવતા અને ચેકર મારફતે કક્લાયન્ટ તેઓના અમારા વોટસએપમાં RDX 2 DEPOSIT LO 22 નામના વોટસએપ ગ્રુપમાં કોન્ટેક કરતા તેઓ તેમને કેનેરા બેંકના એકાઉન્ટ, બેંક ઓફ બરોડાના એકાઉન્ટ, એસબીઆઈ બેંકના એકાઉન્ટ તથા ભારત પે મા૨ફતે ડિપોઝીટ કરતા ગ્રાહકોને એક રૂપિયાનો એક પોઇન્ટસ તરીકે કલાયન્ટને તેમના નામનું આઈ.ડી. તથા પાસવર્ડ બનાવી વેબસાds htts://www/lotus365.online નો મેરોજ મોકલી આપવામાં આવે. આ કલાયન્ટો પોત પોતાના આઇ.ડી. મારફતે મળેલ બેલેન્સમાંથી વેબ સાઈટ પર ઓનલાઈન ગેમોમાં પૈસાની હાર-જીત કરતા હોવાનું તેમજ જે હારજીત થાય તેની ગ્રાહકો મોબાઈલમાં વોટરાએપ ગ્રુપ RDX 2 WITHDRAWAL LO 22 માં મેસેજ કરી જાણ કરતા તેઓ ગ્રાહકોને આપેલ આઈ.ડી. પાસવર્ડ મારફતે વેરીફાઈ કરી અગાઉ આપેલ બેલેન્સ મુજબ હાર-જીતના પૈસા વાળાના કહેવા મુજબ પાર્થ પરમારના કર્ણાટકા બેંકના એકાઉન્ટ પર થી લેતી-દેતી કરીએ છીએ અને બે લેપટોપોમાં વેબસાઈટના ઉપયોગ માટે તેમજ એક લેપટોપ હિસાબ માટે રાખેલ હોવાનું જણાવેલ. તેમજ તેઓ વારા ફરતી આ લેપટોપો તેમજ મોબાઈલ ફોન પર કામ કરતા હોવાનું જણાવેલ. આ કામગીરી માટે રાખેલ માણસોને માસીક રૂ.૨૫,૦૦૦/- થી રૂ.૪૦,૦૦૦/- સુધીનો પગાર ચુકવતા હોવાનું જણાવતા તમામ મુદામાલ કબ્જે કરી તમામ ઇસમો વિરુધ્ધ બિલખા પો.સ્ટેમાં  ગુન્હો રજી. કરવામાં આવેલ.

ક્રિકેટ સટ્ટાનો જૂગાર રમાડતા હાજર મળી આવેલ ઇસમઃ– (૧) ભવાનીસિંહ રસ/ઓ હરીચંદ્રસિંહ રાવતભાઈ વાળા  મુળ ગામ બીલખા નવાગામ પ્રભુનો પીપળો સીમ વિસ્તાર હાલ રાજકોટ બિલખા હાઉસ, કસ્તુરબા ટેલીફોન એકસચેંજ પારો ગોવેરમેન્ટ કવાર્ટસ સામે શ્રોફ રોડ.> (૨) પૃથ્વીકુમાર રસ/ઓ હરીભાઈ ભગવાનભાઈ બારૈયા  મહુવા, પ્રભાતનગર, ગોકુલ સોસાયટી, બી બ્લોક નં.૯૧ કોલેજ રોડ, તા. મહુવા જી. ભાવનગર > (૩) જતીન રા/ઓ સુરેન્દ્રભાઈ ધીસુલાલ અમરવલ (છીપા) ઉવ.૨૦ રહે. મુળ અજમેર, સંજયનગર,
ચોરાયા, (હાલ) ગાંધીધામ, ગુરુનગર, ૪૦૦ કક્વાર્ટસ, પ્લોટ નં. ૧૪૪ રમેશભાઈના મકાનમાં ભાડેથી – (૪) દીપ રા/ઓ અતુલભાઈ પ્રદિપભાઈ અનમ (ઠકકર) . સીલ્વર સીટી નજીક, કે.પી.
હોસ્પીટલ, મુંદ્રા રોડ, ભુજ (કચ્છ) તા.જી.ભુજ(કચ્છ) > (૫) જયદિપ સ/ઓ સુરેશભાઈ જેઠાભાઈ ચાવડા . ચંન્દ્રભાગા, ભાવસાર હોસ્ટેલ, ન્યુ વાડજ,અમદાવાદ, (હાલ) મોઢેરા સ્ટેડીયમ બાજુમાં વેલજીભાઈનો કુવો સાબરમતી અમદાવાદ > (9) પ્રકાશ સ/ઓ બાબુભાઇ દલસાભાઇ ચૌઠાણ સાન્ધી ગામ નાજીવાસ, ખટાણા વાસ
તા.પાલનપુર જી. બનાસકાંઠા
> (૭) રંજીતકુમાર સ/ઓ જગદીશભાઈ ચોલુરામ રાણા . ચારાડીહ ગામ પો.સ્ટે. ક૨મા થાના કોડસ્મા જી.કોડરમાં રાજય ઝારખંડ ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા હાજર નહિ મળી આવેલ ઇસમઃ-(૮) દ્ધદત કુલદિપસિંગ ગોહીલ રહે. અમદાવાદ
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :– (૧) ડેલ કંપનીનું કાળા કલરનું સીરીયલ નં. ૩૫૩૦૩૯૯૦૭૯૮ ચાર્જર સહીતનું કિ. રૂ.૧૦,000/– (૨) ડેલ કંપનીનું કાળા કલરનું સીરીયલ નં. ૧૭૭૦૫૯૦૯૪૮૪૬ ચાર્જર સઠીતનું કિ.રૂ.૧૦,૦૦૦/– (૩) લેનોવા કંપનીનું સિલ્વર કલરનું સીરીયલ નં. PF9XB2709002 ચાર્જર ાહિતનું કિ.રૂ.90000/-> (૪) કર્ણાટકા બેન્ક એકાઉન્ટની તથા યુનીયન બેન્કના એકાઉન્ટની પાસબુક મળી કુલ-૩ કિ.રૂા.00/– (૫) યસ બેંકના એકાઉન્ટ, કેનેરા બેકના એકાઉન્ટ, એસબીઆઈ. બેંક એકાઉન્ટ, ફેડરલ બેંકના એકાઉન્ટ
તથા એયુ સ્મોલ ફાયનાન્સના એકાઉન્ટ મળી કુલ ચેક બુક નંગ-૮ કિ.રૂા. 100/– (4) હિસાબ તથા આઇડી પાસવર્ડની નોટબુક-૧ તથા કર્ણાટકા બેંક તથા ફેડરલ બેકના મળી ડેબિટ કાર્ડ mix- ૪- (૭) ચાવડા જયદિપનું આધાર કાર્ડ, પાન કાર્ડ, એચડીએફસી બેંક, કર્ણાટકા બેંક, કોટક બેક તથા કેનેરા બેંક કાર્ડ
(૮) એચડીએફસી બેંક, યુનિયન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, કોટક બેંક, એસએમબી
બેંક, પંજાબ નેશનલ બેંક તથા એરાબીઆઈ બેંકના કાર્ડ કિ.રૂા.00/-
(૯) સફેદ કલરના ડીકોન કંપનીના ઇલેકટ્રીક બોર્ડ નંગ-૨ કિ.રૂા. ૨૦૦/– (૯) મોબાઈલ ફોન-૧૬ કિ.રૂા. ૨,૮૦,000/-
મળી કુલ કિ.રૂ.૩,૧૦,૨૦૦/-

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા
એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઈ તથા પો.હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.
સાઠીલભાઈ સમા, પો.કોન્સ દિપકભાઈ બડવા તથા ડ્રા. પો.હેડ કોન્સ, જગદીશભાઈ ભાટુ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed