જૂનાગઢમાં ડ્રગ માફિયાઓને પકડી પાડતી જુનાગઢ પોલીસ 8 લાખથી વધારે નો મુદ્દામાલ કબજે કર્યો
જૂનાગઢ ચોબારી ફાટક નજીક જુના બાયપાસ ઉપરથી ડ્રગ માફીયા ધવલ સીસાંગીયા તથા યુગાંત વાઘમશીને નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ ૨૨.૧ ગ્રામ કિ.રૂ.૨,૨૧,૦૦૦/- તથા રોકડા રૂ.૫,૦૧,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮,૫૨,૦૦૦/- સાથે પકડી પાડતી જનાગઢ જિલ્લા પોલીસ
જૂનાગઢ રેન્જપોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને તેમજ જિલ્લામાં ગે.કા. નશીલા માદક પદાર્થો (એન.ડી.પી.એસ) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય.
અન્વયે જુનાગઢ નાથબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબતથાજુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.કે. ઝાલા સાહેબ તથા પો.સ્ટાફની ટીમ બનાવેલ હોય જે અન્વયે હિતેષ ધાંધલ્યા સાહેબની સુચના મુજબ એ ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ સાહેબ તથા કાઇમ બ્રાન્ચના પો.સ.ઈ. ડી.કે.ઝાલા સાહેબ તથા એ ડીવીજનના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને આજરોજ એ ડીવી.પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.જે.સાવજ તથા ક્રાઇમ બ્રાન્ય જૂનાગઢના પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલાનાઓને સંયુકતમાં અગાઉથી હકિકત મળેલ કે,”ધવલ જગદીશભાઇ સીસાંગીયા રહે, જૂનાગઢ, ઝાંઝરડા રોડ વાળો કાળા કલરની સુઝુકી એક્સેસ નંબર GJ-11-C)-10 સાથે તથા યુગાંત હરેશભાઈ વાઘમશી રહે જુનાગઢ, શંભુનગર વાળો નંબર વગરની સફેદ કલરની ડોમીનર મોટર સાયકલ સાથે જૂનાગઢ ચોબારી રેલ્વે ફાટકથી ઝાંઝરડા ચોકડી વચ્ચે આવેલ મહારાજા પેલેસમાં આવેલ દુકાનો પાસે બન્ને ઈસમો પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સ લઈને ઉભા છે* જે હકિકત આધારે (૧) ધવલ જગદીશભાઇ સીસોગીયા રહે,જુનાગઢ, ઝાંઝરડા રોડતથા (૨) યુગાંત હરેશભાઈ વાઘમશી, આહિર, રહે.જૂનાગઢ, શંભુનગર વાળાઓને મેફેડ્રીન ડ્રગ્સ ૨૨.૧ ગ્રામ કિ.રૂ.૨.૨૧,૦૦૦/- તથા અંગઝડતીમાંથીઅન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૮.૫૨,૦૦૦/- સાથે પકડી કબ્જે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો રજી કરાવવામાં આવેલ.
આરોપીઓ-ધવલ જગદીશભાઈ સીસાંગીયા, જૂનાગઢ, ઝાંઝરડા રોડ, ભક્તિ નગર, રેખાખંડ બંગ્લો સામે
યુગાંત હરેશભાઇ વાઘમશી, આહિર, જૂનાગઢ, શંભુનગર, શ્રધ્ધા બંગલોઝ, દેવકૃપા કબ્જે કરેલ મુદ્દામાલ-10 મેફેડ્રોન ડ્રગ્સ ૨૨.૧ ગ્રામ જેની કુલ કિ.રૂા.૨,૨૧,૦૦૦/-
મેફેડ્રોન ડ્રગ્સની ખાલી પ્લાસ્ટીકની પારદર્શક જીપબેગ નંગ-ર તથા પ્લાસ્ટીકના પારદર્શક જીપબેગના કુલ પેકેટ નંગ-૬ તથા બે ક્રશર ડબી કિ.રૂ.00/-મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૬૦,૦૦૦/-રોકડા રૂ. ૫,૦૧,૦૦૦/- મો.સા.-૨ કિ.રૂ. ૭૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૫૨,૦૦૦/-
આ કામગીરીમાં જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ તથા એ ડીવી.પો.સ્ટે.પો.ઇન્સ.શ્રી વી.જે.સાવજ સાહેબતથા કાઇમ બ્રાન્ચના
પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલાતથા પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ