September 7, 2024

છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે કોંગ્રેસે સુખરામ ભાઈ રાઠવા પર પસંદગી ઉતારી

Share to





છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો હાલમાં સુખરામભાઇ રાઠવા જ છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે કોંગ્રેસે સુખરામભાઈ રાઠવા પર પસંદગી ઉતારી કાર્યકરોમાં ખુશી જોવા મળી


લોકસભાની ચૂંટણીને થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભાની સીટ માટે જશુભાઈ રાઠવાનું નામ નક્કી કરવામાં આવ્યું છે ક્યારે કોંગ્રેસે પણ છોટાઉદેપુર લોકસભાની સીટ માટે પાવીજેતપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ગુજરાત પ્રમુખ રહી ચૂકેલા સુખરામભાઈ રાઠવા પર પસંદગી  ઉતારી છે સુખરામભાઈ રાઠવા ની વાત કરીએ તો તેઓ પાવીજેતપુર વિધાનસભાની બેઠક પર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના રહી ચૂક્યા છે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ કોંગ્રેસના રહી ચૂક્યા છે આદિવાસી વિસ્તારમાં તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને જે પૂર્વ પટ્ટી વિસ્તાર છોટાઉદેપુર માં જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો જેમાં ત્રિપુટી તરીકે નારણભાઈ રાઠવા અને મોહનસિંહ રાઠવા કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે સુખરામભાઈ રાઠવા જેવો કોંગ્રેસમાં જ છે અને છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ચહેરો જોવા જઈએ તો હાલમાં કોંગ્રેસનો સુખરામભાઈ રાઠવા જ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને છોટાઉદેપુર 21 લોકસભાની બેઠક માટે સુખરામભાઈ રાઠવા ન પસંદગી ઉતારી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને સુખરામભાઈ રાઠવાનું મીઠું મોડું કરાવીને અને ફુલના હાર પહેરાવીને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed