જૂનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોકત પૂજન, ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતો, પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ દ્વારા મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ કરાયો

Share to
જૂનાગઢ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ: સાધુ-સંતો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ
.મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સાધુ-સંતો ધ્વજારોહણ વિધિમાં જોડાયાધ્વજારોહણ પૂર્વે શાસ્ત્રોકત વિધિનુસાર ભગવાન ભવનાથ મહાદેવનું પૂજન કરવામાં આવ્યું
જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવો ભવનાથ ખાતેના વિવિધ આશ્રમ ખાતે પણ ધ્વજારોહણ કર્યું

જૂનાગઢ તા.૫ માર્ચ, ૨૦૨૪ (મંગળવાર) મહાશિવરાત્રિ  મેળાનો જૂનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોકત પૂજન, ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતો, પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં
મહાવદ અગિયારસના દિવસે ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, શ્રી હરિગીરીબાપુ, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સહિતના સાધુ-સંતો, પદાધિકારી અને અધિકારી ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા.
      ધ્વજરોહણ પૂર્વે શ્રી હરિગીરી બાપુ, કલેકટરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી સહિતનાઓએ ભગવાન ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું. આ પૂર્વે ગિરનાર તીર્થ ક્ષેત્રના અને શ્રી મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ-સંતોએ ભગવાન મહાદેવની પૂજા કરી હતી.
     મેયરશ્રી, કલેકટરશ્રી, કમિશનરશ્રી, સહિતના પદાધિકારી અધિકારીશ્રીઓએ  અને સાધુ-સંતોએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કરવાની સાથે  ભારતી આશ્રમ ખાતે ભારતીબાપુના સમાધિ સ્થાને દર્શન સાથે આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજ પૂજન કર્યું હતું. ઇન્દ્રભારતી આશ્રમ ખાતે દેવ દર્શન કરવાની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
   આ પ્રસંગોમાં શ્રી હરિહરાનંદ બાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરીજી બાપુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સહિતના ગણમાન્ય સાધુ-સંતો ઉપરાંત નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed