તંત્રની નબળી કામગીરી સામે રેતી ખનન કરતા માફીયાઓ બન્યા બેફામ ! શુ સ્થાનિક અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિના કારણે માટી અને રેતી ચોર માફિયાઓ બેફામ ….?

Share to

ઝઘડિયા તાલુકામ નાં અધિકારીઓની હપ્તા સિસ્ટમને કારણે સરકારી તિજોરીને લાખોનું નુકશાન. ભરૂચ જિલ્લાના ખાણ ખનીજ વિભાગની હપ્તા સિસ્ટમને કારણે માટી અને રેતી ચોર માફિયાઓ શુ બેફામ બની ગયા છે..? માફિયા ટોળકી ખનીજ ચોરી કરી જીલ્લા ના અલગ અલગ વિસ્તારો સહિત રાજ્ય બહાર ઊંચા ભાવે સપ્લાય કરી રહ્યા છે. રેતી, કપચી અને માટી ભરેલા વાહનો તાલુકા ના ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે તેમ છતાં કોલસાની દલાલીમાં હાથ કાળા કરી ચૂકેલા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લા નાં ઝઘડિયા તાલુકામાં માટી અને રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. આ માફિયા ટોળકી ખનીજની ચોરી કરી જિલ્લા સહીત રાજ્ય બહાર ના અલગ અલગ વિસ્તારમાં ઊંચા ભાવે ઠાલવી રહ્યા છે. રેતી, કપચી અને માટીના વાહનો શહેરના ટ્રાફિકથી ભરચક રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. જેણે કારણે ટ્રાફિકજામ થવા સહિત નાના-મોટા અકસ્માતો પણ થઈ રહ્યા નું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ સામે સ્થાનિકોએ અનેકવાર ખાણ ખનીજ વિભાગને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ શું હપ્તા ખાઉ પદ્ધતિને કારણે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી…? ઉપરાંત સિસ્ટમને કારણે બેફામ દોડતી રેતી માટીના વાહનોને ટ્રાફિક પોલીસ પણ અટકાવતા નથી, શુ કટકી આપી ખનીજ ચોર ટોળકી બેફામ બની જતા હોય છે..? તાલુકા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને આ અંગે ફરિયાદ ક્યાં કરવી જેવો યક્ષ પ્રશ્ન સ્થાનિકોને અવધમાં મૂકી દીધા છે. જો આ સંદર્ભે સીધી તપાસ કરવામાં આવે તો અધિકારીઓના ભ્રસ્ટ કાળા ચેહરા પ્રજા સમક્ષ આવે એવુ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે.

ઝઘડિયા તાલુકા માં ત્રણ પોલિશ સ્ટેશન જેમાં પી.એશ આઇ સહિત પી.આઇ સહિત નાં અધિકારીઓ સાથે એક TDO એક મામલતદાર સાથે સાથે ત્રણ તાલુકા નાં પ્રાંત અધિકારી પણ ફાડવા માં આવેલા છે તો સવાલ એ થાય છે કે શું આ લોકો ને પણ ધ્યાન પર નહિ આવતું..?


( દર્શક મિત્રી આવનાર સમય માં દૂરદર્શી ન્યૂઝ ચેનલ દ્વારા તાલુકા ચાલતું ગેરકાયદેસર રેતી સ્ટોરેજ અને લાગતાવળગતા અધિકારીઓ ની બાઈટ સાથે રજુંકરવા માં આવશે)


Share to

You may have missed