નેત્રંગ શ્રીરામ ટ્રાન્સપોટ ફાઇનાન્સ કંપનીમાં બાકી નાણાંનો ચેક આપતા રિટર્ન થયો હતોઃ સદદામખાન અબ્દુલહકીમ પઠાણને સજા

Share to

11 લાખના ચેક રિટર્ન કેસમાં નેત્રંગના લોનધારકને છ માસની કેદ

નેત્રંગ – ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલી શ્રીરામ ટ્રાન્સપોટ ફાઇનાન્સ કંપનીમાંથી વાહન ખરીદવા લોન મેળવ્યા બાદ બાકી નાણાં બદલામાં આપેલા ચેક રિટર્ન થતાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી છ માસની સાદી કેદ અને રૂા.૧૧,૦૦,૦૦૦/-નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

વાત જાણે એમ છે કે, માલેતુજાર ખાનદાનમાંથી આવતા નબીરા સદદામખાન અબ્દુલહકીમને કલમ 138 મુજબ કેદ અને બાકી રકમ ભરવા કોર્ટનો હુકમ થતા નેત્રંગ પંથકમાં ચર્ચાના એરણે ચડ્યો છે.
નેત્રંગના સદદામખાન અબ્દુલહકીમ પઠાણ દ્વારા ૨૦૧૩ના વર્ષો શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપનીમાં નેત્રંગ બ્રાન્ચમાંથી આરોપીએ પોતાના વ્હીકલ માટે લોનની માંગણી કરી હતી. હાયર પરચેઝ ક લોન એગ્રીમેન્ટ કર્યા અને ત્યારબાદ ફરીયાદીએ આરોપીને તા.૦૭/૦૨/૨૦૧૩ ના રોજ રૂ.૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પુરા) ની લોન આપી હતી.
આરોપી ફરીયાદીએ આપેલ લોનના હપ્તા ભરવામાં નિયમીત ન હોવાથી આરોપીને ફરીયાદીએ લોનના હપ્તા ભરવા માટે વારંવાર મૌખીક તથા લેખીત નોટીસ આપી જાણ કરી હતી કે આરોપીના ખાતામાં ઘણી મોટી રકમ બાકી પડે છે.
આથી, તા.૨૦/૦૯/૧૭ના રોજ ફરીયાદીએ આરોપી પાસેથી લોનના વ્યાજ અને મુળ મુડી મળીને રૂ. ૧૧,૦૦,૦૦૦/- રૂપીયા જેટલી માતબર રકમની લેણી રકમ નીકળતી હતી. લેણાંની જવાબદારી સ્વીકારી ફરીયાદીને લોનના બાકી લેણા પેટે ફરીયાદીને પોતાની ડેવલોપમેન્ટ ક્રેડીટ બેંક લી. નેત્રંગ શાખાનો તા.૨૬/૦૯/૨૦૧૭ના રોજનો રૂા.૧૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા અગિયાર લાખ પુરા) નો ચેક નં.૦૦૦૦૩૯ આપ્યો હતો. ફરીયાદીએ આરોપીના વચન ઉપર વિશ્વાસ અને ભરોસો રાખી તા.૧૬/૧૦/૨૦૧૭ ના રોજ પોતાની એકસીસ બેંક, અંકલેશ્વર શાખામાં વટાવ અર્થે નાંખતા સદર ચેક વણ ચુકવાયે ” પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર’ ના શેરા સાથે પરત ફરેલ, આરોપીએ તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય ફરીયાદીએ તેમના વકીલશ્રી મારફતે આરોપીના ઘરના સરનામે તા.૧૩/૧૧/૨૦૧૭ ના રોજ ધી નેગો.ઈન્સ્ટ. એકટની કલમ- ૧૩૮ મુજબની નોટીસ મોકલાવેલ જે નોટીસ રીફ્યુઝ”ના શેરા સાથે તા.૧૫/૧૧/૨૦૧૭ ના રોજ પરત ફેલ, આમ, આરોપીને નોટીસની બજવણી થઈ ગયેલ હોવા છતાં આરોપી ઘ્વારા નોટીસ મુજબ વર્તન કરી નાણાં ચુકવવાની દરકાર ન લેતા ફરીયાદી ધ્વારા હાલની ફરીયાદ દાખલ તજવીજ હાથ ધરાઇ હતી.
જેનો ચુકાદો આવતા આરોપી સદદામખાન અબ્દુલહકીમ પઠાણ, ને ક્રિમીનલ કેસ નં. ૩૮૭૧/૨૦૧૭ ના કામે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૫૫(૨) મુજબ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવે છે અને આરોપીને સી.આર.પી.સી.કલમ-૨૫૫(૨) અન્વયે ગુનાના કામે ૬(છ) માસની સાદી કેદીની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.અને વધુમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૫૭ અન્વયે ફરિયાદીને ચેકની રકમના વળતર પેટે રૂા.૧૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા અગિયાર લાખ પુરા) વળતર રૂપે આરોપી ચુકવી આપે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. વધુમાં આરોપી વળતરની રકમ ફરીયાદીને ચુકવી ના આપે તો વધુ છ મહીનાની (૬ માસની ) સાદી કેદની સજા ભોગવાનો હુકમ કરવામાં આવ્યો હતો.


Share to