December 11, 2023

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત આવરો થતા નર્મદા ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતા. વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યું કામ ત્વરિત કરાયું

Share to



મોડી રાત સુધી લોકોને NDRF,SDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું

કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારા સભ્યશ્રી, જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો દ્વારા લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખચેડાયા

મહિલા બાળકો, વૃધ્ધ લોકોને ઘરની બહાર લાવી આશ્રય સ્થાનમાં ખસેડાયા

રાજપીપલા,રવિવારઃ- નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF,SDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી, સુરેશભાઈ, લતાબેન, શાંતાબેન અને પરિવારના સભ્યો તથા ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાતા તેમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કેવડીયા ખાતે નવયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિહ તડવી, ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે અને પોલીસ જવાનો દ્વારા લોકોને સલામતી સ્થળે ખસેડવાની વ્યવસ્થા અડધી રાત્રીએ કરવામાં આવી હતી.
આ રેસ્ક્યુ કામગીરીમાં પ્રાંતઅધિકારીશ્રી ગોકલાણી, મામલતદારશ્રી ભોય, તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી બચાવ રાહત કામગીરી ત્વરિત ધોરણે કરવામાં આવી હતી અને NDRFના ૨૨ જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જોતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં ૩૦ લોકોનું રેસ્ક્યું કરાયું હતું.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નદી કાંઠાના કુલ ૧૩ ગામોના ૫૮ કુટુંબોના ૪૪૦ લોકો સગા સબંધિત તથા પ્રાથમિક શાળા, હાઈસ્કૂલમાં સલામત સ્થળે તા.૧૬/૦૯/૨૦૨૩ની સ્થાંતરિત કરવામાં આવ્યા છે. આ સંખ્યા રાત્રીના ૧૨ કલાકની પરિસ્થિતિ દર્શાવે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા અમલીકરણ અધિકારીઓ પણ આ રેસ્ક્યુ માનવતાના કામમાં રાતદિન પરવા કર્યા વિના જોતરાઈને માનવીની જીવ બચાવવામાં દિલથી કામ કરી રહ્યાં છે.


Share to

You may have missed