November 29, 2023

એક્સિસ બેંક ફ્રોડ પ્રકરણ મા રાજપીપલા સાયબર ક્રાઈમ ને સફળતા: યુવાન ને ₹80,000 પરત મળશે

Share to




ઈકરામ મલેક:રાજપીપળા, 5 સપ્ટેમ્બર 2023

ગત શનિવાર ને 26 ઓગસ્ટ ની સાંજે રાજપીપળા ના નિલેશભાઈ સોલંકી સાથે કોઈ ટોપીબાજે એક્સિસ બેંક થી તરફ થી વાત કરું છું, એમ કહી યુવાન ને ભોળવી તેમના ખાતા મા રૂ.4,98000/- ની લોન ઉધારી દઈ એ પૈસા બારોબાર ઉપાડી લેવાનો કિસ્સો પ્રકાશ મા આવ્યો હતો.

જે બાદ નિલેશભાઈ એ રાજપીપલા ની સાયબર ક્રાઈમ મા ફરિયાદ આપી હતી, અને સાયબર ક્રાઈમની ટીમ તરતજ કામે લાગી હતી, ત્યારે રાજપીપળા ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ એ ટેક્નિકલ સહયોગ કરી ફ્રોડ કરનારે ઉપાડી લીધેલા રૂ.4,98,000/- પૈકી રૂ.80,000/- ને સ્ટોપ કરાવી દઈ એને પરત ખાતેદાર ના એકાઉન્ટ મા લાવવાની લીગલ પ્રોસેસ શરૂ કરી છે.

આમ રાજપીપળા ના યુવાન ના બેંક એકાઉન્ટ માંથી ઉડાવેલા રૂ,4,98,000/- પૈકી ₹80,000/- પરત લાવવા મા નર્મદા ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ ની ટેક્નિકલ ટીમ ને સફળતા મળી છે.


Share to