નેત્રંગ. તા.૦૩-૦૯-૨૩.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર.આર ગોહિલે જુગાર/પ્રોહીબીશન અંગેની વોચ રાખવા માટે આપેલ. સુચનાને લઈ ને સ્ટાફ મોવી ચોકડી વિસ્તાર મા વાહનચેકિંગ હાથ ધરેલ તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદાર થી મળેલ બાતમીદાર ના આધારે ડેડીયાપાડા તરફથી બે ઇસમો એકટીવા સ્કુટર પર મોટા જથ્થામા વિદેશી દારૂ લઈ ને આવી રહ્યા હોવાની બાતમી મળતા રાત્રિના સમયે એક એકટીવા સ્કુટર ડેડીયાપાડા તરફથી આવતુ દેખાતા બેટરીનો પ્રકાશ પાડી તેના ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતા જ પોલીસ ના માણસોને જોઈ ને દુર રોડ પર એકટીવા સ્કુટર છોડીને બે ઇસમો અંધાળાનો લાભ લઇ ખેતરોમા ભાગી ગયા હતા.એકટીવા સ્કુટર પાસે જઈ ને જોતા મોટા બે કોથળા મા વિદેશી દારૂ ના કોટરીયા નો જથ્થો મળી આવેલ જેની ગણતરી કરતા ૩૮૪ નંગ કોટરીયા જેની કિંમત ૩૮,૪૦૦/= સ્કૂટર એક નંગ જેની કિંમત ૪૦,૦૦૦/=જ્યારે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર ચંદવાણ ગામના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી એક સ્કૂટર ની ડીકીમા એક ચાલક વિદેશી દારૂનો જથ્થો લઇ ને ડેડીયાપાડા તરફથી આવી રહ્યો છે. જે બાતમી આધારે સ્કુટર ચાલક આવી પહોચતા ડીકી ખોલાવતા ૬૫૦ એમ.એલ ની કાચની બોટલ બીયરની બે નંગ મળી આવેલ જેની કિંમત રૂપિયા ૪૮૦/= ઝડપાયેલ ઇસમ રવિન્દ્ર મનસુખ વસાવા રહે મોટા ભાટપુર તા.ડેડીયાપાડા જી.નમઁદા હાલ રહે ખરચ સુભાષ ફળીયુ તા.હાસોટ જઈ ભરૂચ આમ નેત્રંગ પોલીસે બે અલગ અલગ જગ્યાએ થી વિદેશી દારૂ ની કુલ્લે નાની મોટી ૩૮૬ બોટલ જેની કિંમત ૩૮,૮૮૦/= સ્કૂટર એક નંગ જેની કિંમત ૪૦,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૭૮,૮૮૦/= મુદામાલ જપ્ત કરી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી ભાગી ગએલા બે ઇસમોને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..