November 29, 2023

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા નિશુલ સારવાર કેમ્પ યોજાયો 300 થી વધારે દર્દીઓએ સારવાર લીધી

Share to



ભેસાણ તાલુકાના ચુડ ગામે સ્વ. ભાઈશંકરભાઈ શિવરામભાઈ વેગડા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પરમ પૂજય શ્રી મુકતાનંદજી બાપુ સ્થાપિત જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ચાપરડા દ્રારા નિ:શુલ્ક સારવાર તથા મફત દવા સાથે નો કેમ્પ નુ તા.03/09/2023 ને રવિવાર ના રોજ નવકાર &ન્યૂ બેસ્ટ શૈક્ષણિક સંકુલ ચુડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં 3O0 થી વધુ ભાઈ -બહેનો એ બહોળી સંખ્યા માં ફ્રી સારવાર અને ફ્રી દવા નો લાભ લીધો હતો.કેમ્પના આયોજક સેવા ના પર્યાય અને રાજગોર સમાજના યુવાન એવા શ્રી અમિતભાઇ વેગડા દ્વારા પરમ પુજ્ય શ્રી મુક્તાનંદજીબાપુ તથા જય અંબે હોસ્પિટલ ચાંપરડા ના ગાયનેક, ઓર્થોપેડિક, દાંત, આંખ, ફેમિલિ ફિઝીશીયન ના રોગ ના ડોકટરો તથા આરોગ્ય સ્ટાફ ને મોમેન્ટો તથા સાલ ઓઢાળી સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો.
આ કેમ્પમાં ખાસ મેંદરડા થી ખાખી મઢી ના મહંત પ. પુ.શ્રી સુખરામબાપુ, દત ટેકરી તડકા પીપરીયા થી શાસ્ત્રી શ્રી ચેતન મહારાજ, ભેસાણ વિસાવદર ના ધારાસભ્ય ના પ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ભાયાણી,સુરેશભાઈ, ભાવેશભાઈ, પંકજભાઈ વેગડા, જેન્તીભાઇ બોરીસાગર, સ્કુલ ના આચાર્ય શ્રી રાજુભાઈ કોટડીયા, દિલીપભાઈ વિસાવેલીયા,જય અંબે હોસ્પિટલ ના ધર્મેન્દ્રભાઈ બારડ,રાહુલભાઈ વિકમા ખાસ કેમ્પ માં પધારેલ હતા.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે ચુડા ગામ ના સેવાભાવી આયોજક શ્રી અમિતભાઇ વેગડા, યુવરાજભાઈ વેગડા તથા વેગડા પરિવાર ચુડા ના સભ્યો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવા માં આવી હતી.

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to