.માંડવી તાલુકા ના ઉંમરખડી ગામની સીમમાં આવેલ જંગલ માંથી ખેરના લાકડા સાથે એક ઈસમને માંડવી દક્ષીણ રેંજ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો……….જયારે અન્ય ઈસમો ફરાર થઇ ગયા.……………ટવેરા ગાડીમાં ખેરના લાકડાં લઇ જવાતા હતા.

Share to





.*રિપોર્ટર……નિકુંજ ચૌધરી.*


સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેંજનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગની દરમ્યાન ઉમરખડી ચોકડીની બાજુના રીઝર્વ જંગલ કં.નં.૬૭૧ માં શંકાસ્પદ હરકત ધ્યાને આવી હતી. ખેરના અનામત વૃક્ષોનું કટીંગ કરી ટાવેરા ગાડીમાં અંધારામાં ખેરના લાકડા ભરતા હોવાની ટેલિફોનીક માહિતી રેંજ ફોરેસ્ટ ઓફિસર સ્ટાફના માણસોને સાથે રાખી ખાનગી વાહનમાં આવી સરકુઈ ગામના 29 વર્ષીય નરેશભાઈ રમણભાઈ વસાવાને પકડી લીધો હતો જ્યારે ટાવેરા ગાડી સાથેના અન્ય ઈસમો અંધરોનો લાભ લઈ નાસી છુટ્યા હતા.
તા. 28 ઓગસ્ટ ના રોજ આરોપીને મે.બારડોલીના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સામે રજૂ કરતા ગુન્હાની ગંભીરતા ને જોતા જામીન રદ થતાં લાજપોર જેલ રવાના કરાયેલ હતો
કાયદો કલમ : ભારતીય વન અધિયિનમ-૧૯૨૭ ૨(૪),૨૬(૧),(ક),(ઘ),(ચ),(છ),(જ),(ઝ),30,૩૨(૬),૩૩,૪૧(૨)ખ,૪૨, ૫૧,૫૨,૫૫,૬૧,૬૩ મુજબ તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ ૨(૧),૨(૧૫),૨(૩૬), ૨(૩૭)૫૦,૫૧(૧) પર મજબ
પકડાયેલ આરોપી ઃ નદી ફળિયું, સરકુઈ નોn29 વર્ષીય નરેશભાઈ રમણભાઈ વસાવા
તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ માંડવી દક્ષિણ રેંજનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગની કામગીરીમાં હતો ત્યારે રાત્રીના ઉમરખડી ચોકડીની બાજુના રીઝર્વ જંગલ કં.નં.૬૭૧ માં શંકાસ્પદ હરકત થતી હોાવનું ધ્યાન પર આવતા હદનો સ્ટાફ, હદના બીટગાર્ડ શંકાસ્પદ હરકતનું નિરીક્ષણ કરતા માલુમ પડેલ હતુ કે કં.નં.૬૭૧ માં ખેરના અનામત વૃક્ષોનું કટીંગ કરી ટાવેરા ગાડીમાં અંધારામાં ખેરના લાકડા ભરતા હતા તે માહિતી રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી માંડવી દક્ષિણને ટેલીફોનિક આપતા રેંજ ફોરેસ્ટ ઓફિસર સ્ટાફના માણસોને સાથે રાખી ખાનગી વાહનમાં આવી શંકાસ્પદ હરકતમાં હતા તે પૈકી ઈસમો માંથી નરેશભાઈ રમણભાઈ વસાવાને પકડી લીધેલ અને ટાવેરા ગાડી સાથેના અન્ય ઈસમો નાસી છુટેલ હતા.
આગળની તપાસમાં ગુન્હો રજીસ્ટર કરી તપાસ ચલાવી આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૩ ના રોજ મે.બારડોલીના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબના સમક્ષ આરોપીને રજુ કરતા નામ.કોર્ટે સરકારી વકીલશ્રી અને તપાસનીશ અધિકારીને ગુન્હા બાબતે સાંભળી ગુન્હાની ગંભીરતાની નોંધ લઈ આરોપીના જામીન નાંમજુર(૨૬) કરી સુરત જિલ્લા જેલ લાજપોર ને હવાલે કરેલ.


Share to