December 11, 2023

“દુરદર્શી ન્યુઝ ઈંપેક્ટ”

Share to

રાજપીપળામા કુતુહુલ નું કેન્દ્ર બનેલો “દાંત કાઢતો રોડ” ફરી બનાવવામાં આવ્યો




રાજપીપલા વોર્ડ 1 મા દાંત કાઢતા રોડ ના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ, આબરૂ બચાવવા બે મહિના અગાઉ બનાવેલા CC રોડ ને ફરી બનાવવો પડ્યો…

રાજપીપલા:-

બે મહિના અગાઉ બરાબર ચોમાસા ની ઋતુ ના પ્રારંભે રાજપીપલા પાલિકા દ્વારા સમગ્ર નગર મા અચાનક રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી, ત્યારે લોકો લાંબા સમય થી ખાડા અને કાદવ મા ચાલી ચાલી ને વાજ આવી ગયા હતા, ત્યારે હવે નવા રોડ બનવાથી આપણો પણોજળમાંથી છુટકારો મળશે તેવો આશાવાદ લોકોએ સેવ્યો હતો.

પરંતુ નગરજનોનો આ આ આશાવાદ ક્ષણભંગુર નીવડ્યો હતો અને થોડાક જ સમયમાં નગરમાં ઠેર ઠેર રોડમાં તિરાડો પડવાના રોડમાં ભુવા પડવાના અને કપચી બહાર આવી જવાના બનાવો બનવા લાગ્યા હતા. ક્યારે વોર્ડ નંબર 1 ની અંદર આવતા આશાપુરી મંદિર વિસ્તારમાં મંદિરના ચોકમાં બનાવવામાં આવેલો સીસી રોડ માંથી રેતી અને સિમેન્ટ ધોવાઈ જતા માત્ર કપથી દેખાવા લાગી હતી એવું લાગી રહ્યું હતું કે જાણે અહીંયા માત્ર રેતી અને કપચી જ નાખવામાં આવી હોય સિમેન્ટ તો શોધવું પડે તેવી પરિસ્થિતિ હતી.

રોડની જગ્યાએ માત્ર કપચી જ બાકી રહી ગયું હોય ને જાણે કે રોડ નગરપાલિકા પર દાંત કાઢતો હોય એવું દ્રશ્ય ઉપથી આવ્યું હતું આ સમાચારો અને ફોટા “દુરદર્શી ન્યુઝ” દ્વારા 10 જુલાઈ ના રોજ પ્રસિદ્ધ થયા હતા અને તંત્રની પોલ ઉઘણી પડી હતી ત્યારે “દુરદર્શી ન્યુઝ” ના અહેવાલ બાદ નગરપાલિકાના શાસકોને શરમ આવી હોય તેવું લાગે છે અને બે મહિનામાં જ ફરીથી સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ બનાવવો પડ્યો છે.

પણ ફરીથી રોડ બનાવવામાં નવો ખર્ચ કરાયો કે જેતે એજન્સી એ પોતેજ પોતાની નબળી કામગીરી ના અવેજ મા રોડ બનાવ્યો છે? એ વિશે રહસ્ય અકબંધ છે.


Share to

You may have missed