December 11, 2023

ભરૂચ શહેરના નર્મદા વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું.

Share to



ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં બાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

ભરૂચમાં જર્જરિત ઇમારત ઉતારી લેવાની કાર્યવાહીના ઘોડા માત્ર કાગળ ઉપર દોડે છે ભરૂચ નગરપાલિકા એક સત્તવાર યાદી જાહેર કરી દરવર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉત્તારી લેવા નોટિસ આપે છે. આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી વાતને ગંભીરતાથી લેતા નથી જેના આજની ઘટના જેવા માઠા પરિણામ સામેઆવે છે. પાલિકાના કમિટી ચેરમેન રેસ્ક્યુ દરમિયાન ખડેપગેરહ્યા

વહેલી સ્વરે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો હતો. ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રર્જાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા ટાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. કમનશીબે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

જર્જરિત ઇમારતો માટે એક્શન પ્લાન જરૂરી પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જરિત દાંમારનો તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.


Share to

You may have missed