December 9, 2023

એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે ૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા.

Share to



પાલેજ ૧૫ સલીમ પટેલ દ્રારા.
પાલેજ પાસે આવેલ એચ એચ એમ સી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે ૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી શાળા મેનેજમેન્ટ, પ્રિન્સિપલ, સ્ટાફ તથા વિધાર્થીની/વિધાર્થીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આચાર્ય ત્રીસા સી જોનના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક, રમત ગમત તેમજ દેશભક્તિના ગીતોના સમન્વયથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું, આ પ્રસંગે દેશને આઝાદી અપાવનાર દેશના શહીદોને યાદ કરી આનંદો ઉલ્લાસની સાથે અનેક બાળકોએ ભાગ લીધો હતો, શાળાના બાળકોએ પોતાની સૂઝબૂઝથી વિવિધ કાર્યક્રમો થકી દેશ માટે આઝાદી અપાવનાર શહીદો અને નેતાઓને તન મન સાથે યાદ કરી જય જવાન, જય કિસાન, આઝાદી અમર રહોનો સૂત્રચાર કરી આઝાદીના પર્વ અને સમગ્ર વાતાવરણને સુંદર બનાવી દીધું હતું. મેનેજમેન્ટ દ્રારા આચાર્ય, શિક્ષકગણ સહિત તમામ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો.

અંતમાં આ શાળના બાળકોએ સારું શિક્ષણ મેળવી વિશ્વના ફલક પર આગવી ભૂમિકા ભજવી દેશ અને શાળાનું નામ રોશન કરવાની ઈચ્છાઓ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.


Share to

You may have missed