December 10, 2023

અંકલેશ્વરના હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત,

Share to



ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં 4 મહિલા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. તો બાળકી સહિત 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં હાંસોટ PI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોકોને ગાડીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ સરકારી ગાડીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. પોલીસને જાણ થઈ ત્યારે એમ્બ્યુલન્સને સ્થળ ઉપર પહોંચતા સમય લાગે તેમ હતો. આ સમય દરમિયાન ગણસોત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોની હાલત નાજુક જણાતી હતી. પોલીસ ઇન્સ્પેકટર કે.વી. ચુડાસમા સાથે પોલીસકર્મીઓ ભૂરાભાઈ ભમર, ભૂપતસિંહ અને ડ્રાઇવર અશિષભાઈએ જાતે પતરા ચીરી 2 વર્ષની બાળકી સહિત ઇજાગ્રસ્તોને સરકારી અને પોતાના ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડી જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.


Share to

You may have missed