December 11, 2023

સુરતની દીકરી વિધિ માવાણીએપાવર લિફટર ચેમ્પિયન સિપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું

Share to



સુરતની લાડકડી દીકરી વિધિ માવાણી પોતાનુ સ્વપ્નું સાકાર કરવા ગરીબી માં પણ હિંમત અને ધગશ અને આત્મવિશ્વાસ થી તનતોડ મહેનત કરીને સુરતની લાડકડી દીકરી વિધિ માવાણી પોતાની જીત તેમનાં માતાપિતા ચરણોમાં સમર્પિત કરી ને “નારી તું નારાયણી “ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું.
વિધિ માવાણી સુરત પાવર લિફટર ચેમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ .
એક ગોલ્ડ નેશનલમાં ઓલ ઇન્ડિયા પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ દિલ્હી 2022.
1 ગોલ્ડ નેશનલમાં ઓલ ઇન્ડિયા સ્ટ્રેન્થ લીફ્ટિંગમાં રાજસ્થાન 25 જુલાઈ 2023
બે સિલ્વર બે બ્રોન્ઝ નેશનલ માં ઓલ ઇન્ડિયા સ્ટ્રેંન્થ લિફ્ટિંગમાં રાજસ્થાન 25 જુલાઈ 2023.
નવ ગોલ્ડ સ્ટેટ એન્ડ ડિસ્ટીક લેવલમાં સુરત.17 ટ્રોફી સુરત વડોદરા અને અમદાવાદ માંથી.30 સર્ટીફીકેટ દિલ્હી અમદાવાદ સુરત વડોદરા અને રાજસ્થાન.તેમના પપ્પા સામાન્ય દુકાનમાં નોકરી કરે છે અને મમ્મી ને બંને પગે પોલિયો છે મોટી બહેને નાની બહેન માટે બે વર્ષ થી અભ્યાસ છોડી દીધો હતો
પોતે ભાડાના મકાનમાં રહેછે
પાવર લિફ્ટિંગમાં રાજસ્થાનમાં રમવા જવા માટે પોતાની પાસે પૈસા પણ નહોતા ત્યારે સુરતના જાણીતા કવિ શ્રી અરવિંદ માવાણી ઉર્ફે (નિર) ને ખબર પડતા સોશિયલ મીડિયા દ્વારા તેમને સ્પોન્સર મળી રહે તે માટે ફેસબુક ના માધ્યમથી કોઈ સ્પોન્સર મળે તે માટે વિધી માવાણી ની પોસ્ટ મૂકી એટલે એને સ્પોન્સર મળી ગયા એટલે એ રાજસ્થાનની અંદર પણ ગોલ્ડ મેડલ મેળવી ને વિધિ માવાણી એ ગુજરાતનું નેતૃત્વ કરી અને એ દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું.

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed