December 10, 2023

રાજપીપળા મોહસીને આઝમ મિશન દ્વારા આઝાદી પર્વ નિમિત્તેવૃક્ષા રોપણ કરાયું

Share to




[ હજરત બાલાપીર દરગાહ ખાતે ટાઉન પી.આઈ આર.જી ચૌધરી હસ્તે, અને સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિ મા વૃક્ષારોપણ કરાયું ]

ઈકરામ મલેક:રાજપીપળા

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વ ની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજપીપળાના મોહસીન એ આઝમ મિશન દ્વારા રાજપીપળા ની હજરત બાલાપીર દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી ૭૭ માં સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

મોહસીન એ આઝમ મિશન ના વડા સૈયદ હસન અશકરી મિયાંના આદેશ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ છે આ કાર્યક્રમ ખાસ રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી. ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો મોહસીન એ આઝમ મિશન દ્વારા સતત સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે ઉપરાંત કોરોનાની કપરી પરિસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ વિધવાઓ ને સહાય, ગરીબ બાળકીઓ ના લગ્ન ઉપરાંત ગરીબોની મદદ કરી મોસીન એ આઝમ મિશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મોહસીન એ આઝમ મિશન દ્વારા રાજપીપળા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરવામાં આવે છે

આજના કાર્યક્રમ માં મોહસીન એ આઝમ મિશન રાજપીપળાના સદસ્યો શાહનવાજખાન પઠાણ, નિઝામ રાઠોડ સહિત સામાજિક અગ્રણી મુસ્તકભાઈ ધારોલી વાલા, હાજી અનવરભાઈ, પટેલ વિકેશભાઈ, મન્સૂરી તન્વીર, તેમજ વિશેષ ઉત્સાહી બાળકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed