December 11, 2023

દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાત યોગ બોર્ડ અને હાર્ટ ફુલનેસ ના સંયુક્ત ઉપક્રમે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ;

Share to



નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ગુજરાત યોગ બોર્ડ અને હાર્ટ ફુલનેસ ના સંયુક્ત ઉપક્રમે આચાર્યા શ્રી ડો.અનિલાબેન કે. પટેલ ના અધ્યક્ષ સ્થાને ૭૭માં સ્વતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત થી થઇ ઝંડા ગીત તથા રાષ્ટ્રગાન દ્વારા થઇ હતી. આ રાષ્ટ્રીય પાવન પર્વ પર કોલેજ લાઇબ્રેરિયન શ્રી સંજયભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાથે પ્રસંગને અનુરૂપ કોલેજના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. તદુપરાંત ગુજરાત યોગ બોર્ડ (નર્મદા જિલ્લો) અને હાર્ટ ફુલનેસ સંસ્થાના સહયોગથી કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આઝાદી કે રંગ યોગ કે સંગ અને હર દિલ ધ્યાન, હર દિન ધ્યાન ને સાર્થક કરતી વિવિધ યોગાસનની અદભુત રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન તૃતીય વર્ષની વિદ્યાર્થીની પિંકીબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed