October 1, 2024

ધો.૧૨ માં ભણતી સગીરાને ઇકો ગાડીમાં શાળાએ લઇ જતા બનેવીએ રસ્તામાં સગીરાના હાથ બાંધી ગાડીમાંજ હેવાનીયત આદરી..

Share to

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા પર કહેવાતા બનેવીએ બળાત્કાર કરતા ચકચાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીર‍ા પર તેના કહેવાતા બનેવી એજ બળાત્કાર કર્યો હોવા બાબતની ફરિયાદ સગીરાની માતાએ નજીકના પોલીસ મથકે લખાવી હતી. સાળી બનેવીના પવિત્ર સંબંધો પર કલંકરૂપ ગણાય એવી આ ઘટના બાબતે મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે નંધાયેલ પોલીસ ફરિયાદ મુજબનો આરોપી અને સંબંધે સગીરાનો બનેવી થતો નેત્રંગ તાલુકાનો રહીશ સતિષ રાજુભાઇ વસાવા નામનો ઇસમ ગત તા.૮ મીના રોજ સવારના સમયે ધો.૧૨ માં અભ્યાસ કરતી આ સગીરાને ઇકો ગાડીમાં બેસાડીને શાળાએ મુકવા જતો હતો, તે દરમિયાન રસ્તામાં સતિષના મનમાં વાસનાનું ભુત સવાર થતાં તેણે સારા નરસાનું ભાન ભુલીને ગાડી રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી.અને સગીરાના હાથ બળજબરીથી ઓઢણીથી બાંધી દીધા હતા અને ત્યારબાદ તેણીના કપડા કાઢી નાંખીને બળાત્કાર ગુજાર્યો હતો.અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી. આ ઘટના બાદ સગીરાની હાલત બગડતા તેને સારવાર માટે ઝઘડિયા લઇ જવામાં આવી હતી, અને ત્યારબાદ વધુ સારવારની જરુર હોઇ ભરૂચ ખાતે લઇ જવામાં આવી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટનાનો આરોપી સંબંધી હોઇ તે સમયે પોલીસ ફરિયાદ અાપવામાં આવી નહતી, પરંતું ત્યારબાદ સગીરાને ઇન્ફેક્શન થયું હોઇ સારવાર હેઠળ રાખવી પડેલ હોઇ સગીરાની માતાએ ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ઘટના બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.


Share to

You may have missed